તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th April 2025
શહેરમાં છેલ્લા સપ્તાહમાં શરદી-ઉધરસ- તાવના ૧૩૬૨ કેસ
મનપા દ્વારા ૧૫૩૯૫ ઘરોમાં પોરાનાશક કામગીરીઃ મચ્છર ઉત્પતિ સબબ ૧૬૨ને નોટીસ : રાજકોટમાંથી મચ્છરજન્ય રોગ ગાયબઃ ૨૯૨ ઘરોમાં ફોંગીગનો તંત્રનો દાવો

રાજકોટ તા.૧૫: શહેરમાં શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૩૬૨ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે મચ્છરજન્ય રોગનો એક પણ કેસ નોંધાયો નથી.
શહેરમાં છેલ્લા અઠવાડીયામા ગરમીની અસર જોવા મળતા પાણીજન્ય રોગોમાં રાહત જોવા મળી છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૭ એપ્રીલથી તા. ૧૩ એપ્રિલ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાનો એકપણ કેસ નહીં
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુ ચિકનગુનીયા તથા મેલેરીયાના કેસ નોંધાયો નથી.
શરદી-તાવના ૧૩૬૨ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૫૩૦ તેમજ સામાન્ય તાવના ૬૨૮ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૯૬ કુલ ૧૩૬૨ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૨૨૩૮ તેમજ સામાન્ય તાવના ૧૦૯૦૭ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૨૫૭૦ તથા ટાઇફોડનો ૩૫ તેમજ કમળાના ર૬ તથા મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી.
મચ્છર ઉત્પતિ સબબ
૧૬૨ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૫૩૯૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૨૯૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૯૫ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૬૨ લોકોને નોટીસ પાઠવી હતી. (૨.ર૦)
(2:47 PM IST)










