<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

રેસકોર્ષ સ્‍વીમીંગ પુલ પાસે કિર્તીબેન નીથીયાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

ચંદ્રેશનગરની બિના પરમારે એસીડ પી લેતા સારવારમાં

રાજકોટ, તા. ૧પઃ રેસકોર્ષમાં આવેલા  સ્‍વીમીંગ પુલ પાસે પરણીતાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સીવીલ હોસ્‍પીટલમાં ખસેડાય છે.

મળતી વિગત મુજબ રેલનગર પાસે આવેલા ગંગોત્રી પાર્કમાં રહેતા કિર્તીબેન અતુલભાઇ નીથીયા (ઉ.વ. ૩૦) એ બપોરે રેસકોર્ષમાં આવેલા સ્‍વીમીંગ પુલ પાસે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સીવીલ હોસ્‍પીટલમાં ખસેડાયા છે. કિર્તીબેનને સંતાનમાં બે પુત્ર છે પતિ વાંકાનેર ખાતે ટ્રેકટરની કંપનીમાં નોકરી કરે છે. મહિલાએ કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગે પ્ર-નગર પોલીસે તપાસ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં બાલાજી હોલ પાસે ચંદ્રેશનગરમાં રહેતા બીનાબેન દિનેશભાઇ પરમાર (ઉ.વ. ર૮) એ આજે બપોરે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે સીવીલ હોસ્‍પીટલમાં ખસેડાયા છે. આ અંગે માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે.(

(3:40 PM IST)