News of Tuesday, 15th April 2025
દાદાજી લાઇફ સાયન્સ ફેકટરીની મુલાકાત લેતા આત્મીય કોલેજના વિદ્યાર્થીઓ

રાજકોટઃ દાદાજી લાઇફ સાયન્સ દ્વારા શૈક્ષણીક પ્રવૃતિ અંતર્ગત આત્મીય યુનિવર્સીટીના ફાર્માસ્યુટીકલ વિભાગના ૩૮ વિદ્યાર્થીઓએ ફેકટરી મુલાકાત લીધી હતી. આ અભ્યાસ પ્રવાસના માર્ગદર્શન માટે મિતલ મણવર અને તેમની ટીમ હાજર રહી હતી. વિદ્યાર્થીઓએ દાદાજી લાઇફ સાયન્સમાં ચાલી રહેલી ઉત્પાદન પ્રક્રિયા, ગુણવતા નિયંત્રણ અને સંશોધન કાર્ય વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. મિતલ મણવર અને તેમની ટીમને કંપનીના ચેરપર્સન દેવ પંડયા દ્વારા પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.
(3:54 PM IST)










