તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 15th April 2025
શાસ્ત્રીનગર અજમેરામાં રસ્તા સાવ ખખડધજ : હવે તો ડામરકામ કરાવો?
શાસ્ત્રીનગર ઓનર્સ સર્વીસ એસો.ની માંગ

રાજકોટ તા. ૧૫ : મહાનગરપાલિકાના વેસ્ટ ઝોનમાં સમાવેશ થયેલ વોર્ડ નં. ૧૧ ના શાસ્ત્રીનગર‘અજમેરા'માં રોડ રસ્તાની હાલત હાલ ખુબ ખરાબ છે. ૭ હજારની વસ્તી ધરાવતી સૌથી મોટી આ ટાઉનશીપ છે. પરંતુ કયારેય કોઇ સાંસદ, કોઇ ધારાસભ્ય કે કોઇ કોર્પોરેટર આ વિસ્તારની મુલાકાત લેવાની તસ્દી લેતા નથી કે કયારેય કોઇ તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. શાસ્ત્રીનગર માં ફકત એક જ વાર રોડ રસ્તા બનેલા. એ પણ સોસાયટીએ પોતાના તરફથી રૂ.૪૨૦૦૦૦૦ (બેતાલીસ લાખ) જેવી રકમ ભરી ૮૦/૨૦ ની સ્કીમમાં રસ્તાના કામ કરાવેલ. હાલ આ માર્ગો સાવ તુટી ગયા છે. વોર્ડ નં. ૧૧માં સૌથી વધુ ટેકસ ભરનાર આ ટાઉનશીપ સાથે જ આવો અન્યાય કેમ? તાકીદની અસરથી શાસ્ત્રીનગર અજમેરામાં રસ્તાના કામો કરવામાં આવે તેવી શાસ્ત્રીનગર ઓનર્સ સર્વીસ એસો.ના પ્રમુખ જી. એ. જાડેજાએ માંગણી ઉઠાવી છે.
(4:11 PM IST)










