News of Wednesday, 16th April 2025
જુના ચપ્પલ-બુટના કોથળાની આડમાં સેલવાસથી રાજકોટ આવેલો દારૂ ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ
પોણા ચાર લાખની કિંમતનો દારૂ ભારત ઇન્ડસ્ટ્રીલ એરીયાના એક ગોડાઉનમાં ઠલવાતો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકીઃ વાપીના મહેશ ઉર્ફે મોનુ ચૌહાણ અને આજી વસાહતના જાવેદ શેખની ધરપકડઃ રામનાથ પરાના સોહીલ થઇમની શોધખોળ

રાજકોટ, તા., ૧૬: સેલવાસથી રાજકોટમાં ગેરકાયદે ઘુસાડાયેલો દારૂ ગોડાઉનમાં ઉતરતો હતો ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચે ત્રાટકી બે શખ્સોને ઝડપી ૩ લાખ ૭૪ હજારથી વધુની કિંમતની વ્હીસ્કી અને વોટકાની બોટલો ઝડપી લીધી હતી.
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.જે.હુણ, એએસઆઇ સંતોષભાઇ, હરદેવસિંહ, વિરેન્દ્રસિંહ અને દેવરાજભાઇને એવી બાતમી મળી હતી કે, ભારત ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલી સુમન ઇન્ડસ્ટ્રીઝની સામે આવેલા એક ગોડાઉનમાં દારૂ આવી રહયો છે.
આ બાતમી સંદેભૃ વોચ ગોઠવી ગોડાઉનમાં પડેલા આઇસરમાંથી જુના બુટ-ચપ્પલના કોથળાની આડમાં લવાયેલી રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૭૮૬ બોટલ, ઓલ સીઝન્સની ૪૮૦ બોટલ, મેજીક મોમેન્ટ વોટકાની ૩૮૪ બોટલ, ઓરેન્જ ફલેવર્ડ, વોટકાની ૧૯ર બોટલ અને સ્ટર્લીંગ વ્હીસ્કીની ૪૮૦ બોટલ મળી ૩ લાખ ૭૪ હજાર ૪૯૬ની કિંમતનો ર૩૦૪ બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપર દારૂ ઉતારી રહેલા મહેશ ઉર્ફે મોનુ ગોપાલભાઇ ચૌહાણ (રહે. પીપળીયા, ભીખુભાઇની ચાલ, વાપી, જી. વલસાડ) અને રાજકોટની આજી વસાહતના અનમોલ પાર્ક, શેરી નં. ર માં રહેતા જાવેદ રહીશભાઇ શેખની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતા દારૂ રામનાથ પરાના સોહીલ યુસુફભાઇ થઇમે મંગાવ્યાનું ખુલતા તેને ઝડપી લેવા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગોસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કલોત્રા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી અને હિરેન્દ્રભાઇ પરમાર સહીતનો સ્ટાફ જોડાયો હતો. (૪.૨૭)
(3:11 PM IST)










