<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

પામોલીન તેલના નામે સસ્‍તુ તેલ ધાબડી દેવાતા નમકીનના વેપારીઓની પથારી ફરી ગઇઃ અનેકનો માલ બગડી ગયો

ભેળસેળીયા તેલથી નમકીનનું આયુષ્‍ય ટુંકુ થઇ જાયઃ વેપારીઓ ફરીયાદ કરે તો લુલો બચાવ

રાજકોટઃ તેલીયા રાજાઓ તેલમાં ભેળસેળ કરી તેલ ધાબડી દેતા હોય છે. એવી અનેક ફરીયાદો ઉઠી રહી છે. ત્‍યારે પામોલીન તેલના નામે સસ્‍તુ તેલ ધાબડી દેવાયાની નમકીનના અનેક વેપારીઓએ ફરીયાદ કરી હોવાનું જાણવા મળે છે.

મળતી વિગત મુજબ પામોલીન તેલના નામે નમકીનના અનેક વેપારીઓને સસ્‍તુ તેલ ધાબડી દેવામાં આવ્‍યું હતું. જેના પરીણામ સ્‍વરૂપે આ તેલ માંથી નમકીનની વિવિધ આઇટમો બનાવી હોય. પરંતુ નબળા તેલના કારણે આ વસ્‍તુઓ વહેલી બગડી જવાની વેપારીઓમાં ફરીયાદ ઉઠી હતી.

સોયાબીન રાઇસ જેવું તેલ મીકસ કરીને પામોલીન તેલને બ્રાન્‍ડ બનાવી અને માર્કેટમાં ધુસાડી દેવામાં આવ્‍યું હતુ. જેના પરીણામ સ્‍વરૂપે વેપારીઓનો છ દિવસમાં જ માલ ખરાબ થઇ ગયો હતો.

આ વેપારીઓએ જયાંથી આ તેલ ખરીદ કર્યુ હતુ તેઓને માલ ખરાબ થઇ જતો હોવાની ફરીયાદ કરવામાં આવતા સામેથી લુલો બચાવ કરવામાં આવે છે અને વધુ ફરીયાદ કરે તો માલ બદલાવી દેવામાં આવતો હોવાનું પણ જાણવા મળે છે.

આરોગ્‍યતંત્ર દ્વારા જો આ મામલે તપાસ કરવામાં આવે તો મહાકૌભાંડ બહાર આવી શકે છે.

(4:14 PM IST)