તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th April 2025
કન્ડમ હાલતમાં દોડતી કચરાગાડીઓનો કાન આમળવા તંત્ર કયારે જાગશે?
કે પછી સીટી બસ જેવા હજુ વધુ કોઇ બનાવની રાહ જોવાશે : જાગૃત નાગરિક નોરબટ મેનેજીસે વ્યકત કરેલ વ્યથા

રાજકોટ : મહાનગરપાલીકા દ્વારા ઘરે ઘરે કચરો એકત્ર કરવા ગાડીઓ ફેરવવામાં આવે છે. પરંતુ કચરો વહન કરતી આ ગાડીઓની હાલત પણ કચરા જેવી જ હોય છે. નથી હેડલાઇટ હોતી કે નથી હોતા મીટર બોકસ. દરવાજાને દોરીથી બાંધવામાં આવેલા હોય છે. ત્યાં હેન્ડલની તો વાત જ શું કરવાની? વળી આવી કચરા ગાડીની ચારે બાજુ બાંધેલા મોટા કોથળા તેની શોભામાં વધારો કરતા હોય છે. શું આવી હાલત આર.ટી.ઓ. કે ટ્રાફીક પોલીસની નજરે નહીં ચડતી હોય. સામાન્ય લોકોના વાહનો રોકી કાગળો માંગવામાં આવે, પી.યુ.સી. માંગવામાં આવે. વાહનની વેલીડીટી તપાસવામાં આવે. તો પછી આ કચરા ગાડીઓને કેમ બધી જાતના પીળા પરવાના? શું કોઇ મોટા અકસ્માત કે એવા કોઇ બનાવની રાહ જોવાતી હશે? આર.ટી.ઓ., પોલીસ અને મહાપાલીકાના તંત્ર વાહકો સત્વરે આ ખખડધજ હાલતમાં ફરતી કચરાગાડીઓ વિષે કઇક વિચારે તો લેખે ગણાશે. તેમ લોકોવતી અવાજ ઉઠાવતા જાગૃત નાગરિક નોરબટ મેનેજીસ (મો.૯૪૨૭૨ ૨૧૦૨૬)એ એક યાદીમાં જણાવ્યુ છે. (૧૬.૩)
(2:23 PM IST)










