<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

ભગવતીપરાના જબ્‍બારને બેડી ચોકડી પાસે સદામ, અસલમ સહિતે ફટકાર્યો

બાઇકને કાર અડી જતાં ધ્‍યાન રાખવાનું કહેતાં ધોકા-પાઇપના ઘાઃ ઘરમેળે સમાધાન

રાજકોટ તા. ૧૭: ભગવતીપરામાં ઝમઝમ બેકરી પાસે રહેતાં જબ્‍બર મુસ્‍તાકભાઇ ટાંક (ઉ.વ.૨૬) નામના યુવાનને સાંજે પાંચેક વાગ્‍યે બેડી ચોકડીથી નજીક મામા સાહેબના મંદિર પાસે અર્ટીગા કારમાં આવેલા સદામ દલવાણી, અસલમ દોણકીયા, સદામ ડાડો સહિતે ઝઘડો કરી ધોકા-પાઇપથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રમભાઇ, ભગીરથસિંહે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ ગાધે ફરિયાદ નોંધવા પહોંચ્‍યા હતાં. પરંતુ જબ્‍બારે ઘરમેળે સમાધાન થઇ ગયાનું કહી ફરિયાદ નોંધાવી નહોતી અને હોસ્‍પિટલમાંથી રજા લીધી હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફની પ્રાથમિક પુછતાછમાં જબ્‍બારે કહ્યું હતું કે પોતે બાઇક હંકારીને જતો હતો ત્‍યારે સદામ સહિતના કારમાં નીકળતાં પોતાના બાઇકને કાર અડી જતાં પોતે પડી ગયો હતો અને પગમાં ગંભીર ઇજા થઇ હતી. તેને ધ્‍યાન રાખવાનું કહેતાં ઝઘડો કરી ધોકા-પાઇપથી હુમલો કર્યો હતો. આ મુજબની નોંધ પોલીસ સ્‍ટેશનમાં કરાવાઇ હતી. જો કે જબ્‍બારે બાદમાં હુમલાની કે બીજી કોઇ ફરિયાદ નોંધાવી નહોતી.

(4:03 PM IST)