<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

સંત કબીર રોડ પર બાઇક સ્‍લીપ થતાં દેવકીનંદન સોસાયટીના રામભાઇનું મોત

નવ દિવસ પહેલા બાઇક સ્‍લીપ થતાં ઇજા પહોંચતા ૭૫ વર્ષિય વૃધ્‍ધ સારવાર હેઠળ હતાં: રાતે મૃત્‍યુ થતાં જોગરાણા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૭: નવ દિવસ પહેલા સંત કબીર રોડ પર બાઇક સ્‍લીપ થતાંઇજા પામનારા દેવકીનંદન સોસાયટીના વૃધ્‍ધનું મોડી રાતે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ આજીડેમ ચોકડી નજીક દેવકીનંદન સોસાયટી-૮માં રહેતાં રામભાઇ ગોવિંદભાઇ જોગરાણા (ઉ.વ.૭૫) નામના વૃધ્‍ધ નવ દિવસ પહેલા બપોરે દોઢેક વાગ્‍યે બાઇક લઇ આટો મારવા નીકળ્‍યા ત્‍યારે સંત કબીર રોડ પર બાઇક સ્‍લીપ થઇ જતાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં. તેમને શ્વાસની બિમારી પણ હતી. ગત મોડી રાતે તેમનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, ભગીરથસિંહે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર રામભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં ત્રણ પુત્રી તથા ચાર પુત્ર છે. મોભીના મોતથી જોગરાણા પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(2:33 PM IST)