News of Thursday, 17th April 2025
પડધરીના ખોડાપીપર ગામે મામલતદારનું બુલડોઝર ફર્યુઃ ૧ાા કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

રાજકોટ, તા. ૧૭: પડધરી મામલતદાર શ્રી કેતન લીખીયાએ નોટીસો ફટકાર્યા બાદ આજે તાલુકાના ખોડોપીપર ગામે સરકારી જમીન ઉપર ઉભુ થઇ ગયેલ ૧ાા કરોડની જમીન ઉપર દબાણ દુર કર્યુ હતું.
પડધરી તાલુકાના ખોડાપીપર ગામના સરકારી ખરાબાના સર્વે નંબર ૭૮ પૈકી જમીનમાં આવેલ ગેરકાયદેસર સિમેન્ટના બેલા તથા ઇટોના ઔદ્યોગિક વિષયક આશરે રપ૦૦ ચો.મી. નું ગેરકાયદેસર દબાણ પોલીસ બંદોબસ્ત સાથે નાયબ મામલતદાર (દબાણ) સર્કલ ઓફિસર અને મામલતદાર પડધરી દ્વારા દુર કરી દબાણકારાને દબાણ અંગે રૂા. પ૦,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી અંગે રૂરલ પ્રાંત શ્રી વિમલ ચક્રવર્તીને રીપોર્ટ કરાયો છે.
(4:01 PM IST)










