તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 17th April 2025
ભગવતીપરામાં ૪૪ દુકાનો, ૧૫ મકાનો, દિવાલ સહિતના ગેરકાયદે બાંધકામોનો કડુસલો
સામાકાંઠે ટાઉન પ્લાનીંગ શાખાનું બૂલડોઝર ત્રાટકયુઃ મેગા ડિમોલેશનુ : મનપા દ્વારા વોર્ડ નં.૪માં ટીપી સ્કીમની અનામતની ૭૦૦.૨૮ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ

રાજકોટઃ તા.૧૭: મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ઇસ્ટ ઝોન કચેરી હેઠળના વોર્ડ નં.૪ના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દુર કરી ૭૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
મનપાની સત્તાવાર યાદી મુજબ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાના આદેશ અનુસાર તથા સીટી એન્જીનીયર એમ.આર શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નં.૪માં આવેલ ભગવતીપરા ૧૮.૦૦ મસટર ટી.પી. રોડ ઉપર દબાણો અમલીકરણના ભાગરૂપે દુક કરવા માટે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
ટી.પી. રોડ/ પ્લોટની વિગત દબાણની વિગત ખુલ્લી કરાવેલ જમીનનું અંદાજીત ક્ષેત્રફળ જેમાં વોર્ડ નં.૪ ટી.પી. સ્કીમ નં.૩૧ (રાજકોટ) ૧૮.૦૦ મીટર ભગવતીપરા ટી.પી.રોડ ઉપર જુદી-જુદી જગ્યાએ આવેલ દુકાન નંગ-૪૪ દુક કરી ૪૨૯.૩૨ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ હતી. વોર્ડ નં. ૪ ટી.પી.સ્કીમ નં. ૩૧ (રાજકોટ), ૧૮.૦૦ મીટર ભગવતીપરા ટી.પી.રોડ ઉપર જુદી-જુદી જગ્યાએ આવેલ મકાન નંગ-૧૫ને તોડી પાડી ૨૩૦.૬૮ ચો.મી.જમીન હસ્તગત કરાઇ હતી. વોર્ડ નં. ૪ ટી.પી.સ્કીમ નં. ૩૧ (રાજકોટ) ૧૮.૦૦ મીટર ભગવતીપરા ટી.પી. રોડ ઉપર જુદી-જુદી જગ્યાએ કમ્પાઉન્ડ વોલ તથા બે પ્લાન્થનું દબાણ દુર કરી ૪૦.૨૮ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ હતી.
આ ડિમોલેશનમાં ટાઉન પ્લાનીંગ શાખા પુર્વ ઝોનના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.
(2:50 PM IST)










