<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

સીટી બસ કોન્‍ટ્રાકટર-જવાબદારો સામે ગુનો નોંધોઃ કોન્‍ટ્રાકટરને બ્‍લેક લીસ્‍ટ કરો : કોંગ્રેસ

ગઇકાલના ગોઝારા અકસ્‍માત બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની મ્‍યુ.કમિશ્નર સમક્ષ માંગ

ગઇકાલે  ઇન્‍દીરા સર્કલ પાસે અકસ્‍માત સર્જાતા ૪ લોકોના મોત થયેલ. આ અંગે સીટી બસ કોન્‍ટ્રાકટર સામે કોંગ્રેસ દ્વારા આજે મ્‍યુ.કમિશ્નરને ગુનો નોંધી ફરીયાદ દાખલ કરવા આવેદન આપી માંગ કરી હતી. તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) (૪.૨૬)

રાજકોટ, તા., ૧૭:  મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ ની રાજકોટના શહેરીજનો અને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વખતોવખત રજૂઆતો કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવતા ગઈકાલે ઇન્‍દિરા સર્કલ પાસે જે ઘટના બને છે તેમાં ચાર વ્‍યક્‍તિના મોત થયા છે અને ત્રણને ઇજા થાય છે તે અંગે જવાબદાર ઈલેક્‍ટ્રીક બસ દિલ્‍હીની કંપનીની કરાર વિશ્વમ સીટી બસ ઓપરેશન્‍સ પ્રાઇવેટ લિમિટેડ ના જવાબદાર કોન્‍ટ્રાક્‍ટર અને પેટા કોન્‍ટ્રાક્‍ટ નિયમ મુજબ ન આપી શકાય તેમ છતાં આપવામાં જો આવેલ હોય તો પેટા એજન્‍સી અને મહાનગરપાલિકાના પૂર્વ અધિકારી સંચાલન કરતા હોય તો આ તમામ સામે નિયમ મુજબ ગુનો દાખલ કરી કોન્‍ટ્રાક્‍ટર ની ડિપોઝિટ જપ્ત કરી તાત્‍કાલિક અસરથી બ્‍લેક લિસ્‍ટ કરવાની માંગ સાથે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાનીમાં મ્‍યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજુઆત કરી હતી.

વધુમાં તંત્રને પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે,  ડ્રાઇવરની લાઇસન્‍સને અવધિ તારીખ ૧૭ ના પૂર્ણ થઇ હોવા છતાં સીટી બસનું ડ્રાઇવિંગ પોતે કરતો હોય તો આ અંગે પણ રાજકોટ મહાનગરપાલિકાના ટ્રાફિક એન્‍ડ ટ્રાન્‍સપોર્ટ ના જવાબદાર અધિકારીની બેદરકારી ફલિત થાય છે જે કોઈ જવાબદાર હોય તેની સામે ગુનો દાખલ કરવો અને સસ્‍પેન્‍ડ કરવા અમારી માંગ છે. તાત્‍કાલિક અસરથી આ રાજકોટ શહેરમાં યમરાજની જેમ નીકળતી સીટી બસોનું સંચાલન કરતી દિલ્‍હીની કંપનીને બ્‍લેકલિસ્‍ટ કરી રાજકોટ મહાનગરપાલિકા પોતે જ સંચાલન કરે ભારતના અન્‍ય શહેરોમાં મહાનગરપાલિકા નગરપાલિકા સીટી બસોનું સંચાલન કરી રહી છે. અને સીટી બસ નું સંચાલન કરવાની દાનત જો રાજકોટ મહાનગરપાલિકાની ન હોય તો ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ (એસ.ટી) જે અગાઉ બે દાયકા પહેલા વ્‍યવસ્‍થિત સંચાલન એસટી દ્વારા કરવામાં આવતું હતું તો ફરીથી સરકાર માંથી આ અંગે મંજૂરી લઈ એસ.ટી ને સંચાલન કરવા અપીલ કરવી જોઈએ.

આ રજુઆતમાં અતુલ રાજાણી,  ભીખુભાઈ  વાળોતરિયા  બિપેન્‍દ્રસિંહ જાડેજા (પ્રભારી શ્રી રાજકોટ)  ડો. હેમાંગ વસાવડા, મહેશભાઇ રાજપૂત, ગાયત્રીબા વાઘેલા, વશરામભાઇ સાગઠિયા, રહીમભાઈ સોરા, અશોકસિહ વાઘેલા, નયનાબા જાડેજા, દીપ્તિબેન સોલંકી, શાંતાબેન મકવાણા, સંજયભાઈ અજુડીયા, કનકસિંહ જાડેજા, રમેશભાઈ તલાટીયા, મીનાબેન જાદવ, નિદતભાઈ બારોટ, ડીપી મકવાણા, સુરેશભાઈ બથવાર, ગીરીશભાઈ પટેલ, નાગજીભાઈ પટેલ, હબીબભાઈ કટારીયા, ઠાકરશીભાઈ ગજેરા, ગેલાભાઈ મુછડીયા, દીપકભાઈ ઘવા, નિલેશભાઈ મારુ, ઘનશ્‍યામસિંહ જાડેજા, દિલીપભાઈ આસવાણી, યુનુસભાઇ જુણેજા, રણજીતભાઈ મુંધવા, નિલેશ વિરાણી, વિક્રમભાઈ સોલંકી, રવજીભાઈ ખીમસુરીયા, બીજલભાઇ ચાવડીયા, જીગ્નેશ પટેલ, જીતુભાઈ ઠાકર, અમિતભાઈ ઠાકર, જગદીશભાઈ સાગઠીયા, ઠાકરશીભાઈ પટેલ, સંજયભાઈ લાખાણી, પ્રવીણભાઈ રોજાસરા, કળષ્‍ણદતભાઇ રાવલ, ગોપાલભાઈ અનડકટ, કેતનભાઇ તાળા, માવજીભાઈ રાખસીયા, ગજેન્‍દ્રસિંહ ઝાલા, લાખાભાઈ ઊંધાડ, જયાબેન ટાંક, ગોવિંદભાઈ સભાયા, ચિંતનભાઈ દવે સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. (૪.૨૬)

 

(3:04 PM IST)