News of Thursday, 17th April 2025
સીટી બસની સ્પીડ લીમીટ નકકી કરવા મનપા અભિપ્રાય લેશેઃ મોડુ-મોડુ જ્ઞાન લાધ્યુ
ઘોડા છુટયા પછી તબેલાને તાળા! દર ત્રણ માસે ડ્રાઇવરોનો ફિઝિકલ ટેસ્ટ કરવા અને દર સપ્તાહે લાઇસન્સ વેલીડીટી ચેક કરવા આદેશ

રાજકોટ, તા.૧૭: મનપા દ્વારા શહેરમાં દોડાવવામાં આવતી સીટીબસ અને સીએનજી બસની સ્પિડ લીમીટ નક્કી કરવામા આવી છે. સરકારના નોમ્સ મુજબ સીએનજી બસની લિમિટ પ્રતિ કલાક ૪૦ કિ.મી. અને ઈલેક્ટ્રીક બસની પ્રતિ કલાક ૫૦ કિ.મીની રાખવામાં આવી છે. પરંતુ આ નોમ્સ મોટા સીટીના આધારે નક્કી કરવામાં આવેલ હોય તેવું હવે મનપાના અધિકારીઓ જણાવી રહ્યા છે. રાજકોટ શહેરના દબાણગ્રસ્ત રસ્તાઓ ઉપર ૫૦ની સ્પિડે વાહન ચલાવવું અશકય છે તેવું હવે તંત્રને લાગી રહ્યું છે આથી બસ ૫૦ કિ.મી.થી ઓછી સ્પિડે ચલાવવામાં આવે તો કયા પ્રકારની મુશ્કેલીઓ આવે અથવા સીટીબસમાં વધુ પેસેન્જર હોય ત્યારે ઓછી સ્પીડની લીમીટ નક્કી કરાય તો બસ ચલાવવામાં મશુક્ેલી પડે કે કેમ તે સહિતનો ટેક્રિકલ અભિપ્રાય ટેક્રિશીયન પાસેથી માગવામાં આવ્યો છે. અને તેના આધારે આગામી દિવસોમાં સીએનજી બસ અને ઈલેક્ટ્રીક બસનીસ્પીડ ઘટાડવામાં આવશે.
સીટીબસ અકસ્માતમાં ડ્રાઈવરના લાયસન્સની વેલીડીટી પૂર્ણ થયાનું બહાર આવ્યું છે. અને દર ત્રણ માસે ડ્રાઈવરનો ફિટનેસ ટેસ્ટ કરવાનો નિયમ ચાલુ ન થયેલ તે પણ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેવી જ રીતે એજન્સી દ્વારા હવેથી દર સપ્તાહે તમામ ડ્રાઈવરોના લાયસન્સની વેલીડીટી પણ ચેક કરવામાં આવશે અને આ તમામ વિગતનો રિપોર્ટ મનપાના સીટીબસ વિભાગના અધિકારીને સુપ્રત કરવાનો રહેશે. જેની અમલવારી કરવા માટે એજન્સીને આજે સુચના આપી દેવામાં આવી છે.
(3:20 PM IST)










