<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

૧૦૦૦ બાળકોએ આયંબિલ ઓળી આરાધના કરી

સમણ શ્રુતપ્રજ્ઞજીની પ્રેરણાથી ૮૦ જૈનેતર બાળકો પણ જોડાયાઃ ભાણવડ જૈન સમાજની અભુતપૂર્વ ઘટનાઃ પુરૃષાર્થ સ્કૂલનું પ્રેરક આયોજન

રાજકોટ, તા.૧૭ : શ્રુતપ્રજ્ઞજીની નિશ્રામાં    પુરુષાર્થ સ્કૂલ, ભાણવડના બાળકોએ કર્યું નવ દિવસનું ઉગ્ર તપ કર્યુ હતું. શ્રી વિશા શ્રીમાળી જૈન વણીક જ્ઞાતિની વાડી,  ભાણવડ દ્વારા આયંબિલની ઓળી ભાવપૂર્વક કરાવવામાં આવી. સમસ્ત જૈન સમાજના ભાવપૂર્વકનો સહયોગ રહ્યો હતો. પૂજ્ય સમણજી શ્રુતપ્રજ્ઞજીની પાવન પ્રેરણાથી પુરુષાર્થ સ્કૂલના ૮૦ જેટલા બાળકોએ જે એક પણ બાળક જન્મથી જૈન નથી, એમને પૂરી આયંબિલ ઓળી સાનંદ સંપન્ન કરી હતી. એ સિવાય કુલ ૧૦૦૦ થી પણ વધુ બાળકોએ શાતા પૂર્વક છૂટક આયંબિલ કરીને ભાણવડ જૈન સમાજ માટે નવો ઈતિહાસ સર્જ્યો છે. ભાણવડના જૈન સમાજ માટે આટલી ઓળી એ ઇતિહાસની આ પહેલી ઘટના છે.

આયંબિલ એટલે મરી, મીઠું અને હિંગ સિવાયનું ખાવાનું. એમાં દૂધની બધી વસ્તુઓ, શાકભાજી, ફ્રૂટ, ડ્રાયફ્રુટ, તેલની વસ્તુઓની સંપૂર્ણ પરેજી હોય છે. ટૂંકમાં સ્વાદ વગરનું જમવાનું હોય છે. આખી સાધના સ્વાદ ત્યાગની છે. ફાસ્ટફૂડમાં ઓત પ્રોત રહેનાર યુવાનોની સામે આ ૧૮ વર્ષથી પણ નીચેની વયના બાળકો અને સાયન્સમાં ભણતા વિધાર્થીઓ આટલુ કઠિન તપ કરે એ પરમાત્માની કૃપા અને પૂર્વ સદસંસ્કારો વિના શક્ય જ નથી. સૌ ટ્રસ્ટીનો પ્રેમાળ સહયોગ રહ્યો, એ ક્યારેય નહીં ભૂલાય.

રાજુભાઈ ફોફરિયાની નિસ્વાર્થ મહેનતની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે.. એમના સહયોગ વિના આટલી વિશાળ ઓળી થવી સંભવ જ નથી.

એમને આ કાર્ય ખૂબ જ નિષ્ઠાથી કર્યું છે. એમનો સંસ્થાવતી ભાવપૂર્વક આભાર વ્યકત કરીએ છીએ.  જૈન સમાજ, ભાણવડ ના પ્રબુદ્ધ યુવાનોને પીરસવામાં સહયોગ કરીને સંઘની પ્રભાવના વધારી છે. એમનો પણ આભાર માનીએ છીએ. આયંબિલનું જમવાનું બનાવનાર પાંચેય બહેનોએ નિષ્ઠાથી અને આનંદથી ભોજન બનાવ્યું હતું, એમનો પણ આ તકે આભાર માનીએ છીએ. આયંબિલ ઓળીમાં પ્રભાવના આપનાર મુખ્ય દાતા હતા કવાલાલમપુર, મલેશિયાના ભારતીબેન વિનોદભાઈ મહેતા આ ઉપરાંત અમદાવાદ, મુંબઈ, રાજકોટ, ભુજ, માન્ચેસ્ટર, લંડન, મલેશિયા, અમેરિકા વગેરે દેશ વિદેશના દાતાશ્રીઓએ ઉદારતાથી બાળકોને પ્રભાવના આપીને એમના ઉત્સાહને પ્રજ્વલિત રાખ્યો હતો.

આ સમસ્ત આયંબિલની ઓળી તપ કરાવનાર મુખ્ય દાતાશ્રી હતા - મૂળ ભાણવડના અને હાલે બરોડા રહેતા શાંતાબેન નગીનદાસ વારીયા પરિવાર એમની ઉદારતાથી જ આટલી વિશાળ ઓળી સંભવ બની છે.

આ ઉપરાંત આ આયંબિલ ઓળીમાં ભોજન સામગ્રી માટે મુખ્ય દાતા સિવાય બાકીનો ખર્ચ જ્યોત્સનાબેન પટેલ, માન્ચેસ્ટર અને શિકાગોથી માનસીબેન મૌલિકભાઈ શાહે આપવાની ઘોષણા કરી છે.

પુરુષાર્થ સ્કૂલ ભાણવડના નિયામક  ભીમસીભાઈ કરમૂરની પ્રેરણાએ બાળકોમાં પ્રાણ પૂર્યા હતા. પ્રાચાર્ય દક્ષાબેન અને રવિનાબેન અને શિક્ષક શ્રી ફોરમબેનના આયંબિલ તપે અને નિઃસ્વાર્થ સહયોગે આ કાર્યને અતિ સરળ બનાવ્યું હતું. વ્યસ્તતા વચ્ચે સ્કૂલના પ્રાચાર્ય શ્રી ખુશાલભાઈ પણ આ યજ્ઞના ભાવથી જોડાયા હતા.

આજે પારણાનો પ્રસંગ પણ ભાવપૂર્ણ રહ્યો હતો. સૌને પ્રેમાળ ભાવે પારણા કરાવવા માટે સમસ્ત જૈન સંઘ ખડા પગે હાજર રહ્યો હતો.

ભાણવડના નિવાસી શ્રાવક સમાજે વિવિધપ્રભાવના કરી બાળકોના ઉત્સાહમાં પ્રાણ પૂર્યા હતા.

સમણ શ્રીએ પોતે આયંબિલની ઓળી કરી હતી અને નવે નવ દિવસ પુરુષાર્થ સ્કૂલમાં શ્રી નવ પદ ઉપર પ્રવચનો આપી બાળકોને જ્ઞાનની કોઈ નવી જ દુનિયામાં યાત્રા કરાવી હતી. (૩.૧૩)

 

શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ માટેના ફોર્મ રપ થી શરૃ થશે

પ મે સુધીમાં જાહેર રજાના દિવસ સિવાય ભરી શકાશે  : વિક્રમ પુજારા, પ્રવિણ નિમાવત દ્વારા અપાઇ માહિતી

રાજકોટ, તા. ૧૭  :  શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓમાં નર્સરી એડમીશન માટે પ્રવેશ ફોર્મ તા. રપ એપ્રિલથી શરૃ કરવામાં આવ્યા છે.

આ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા તથા વા. ચેરમેન પ્રવિણ નિમાવતે જણાવ્યું કે રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ન્યુ બાલમુકુંદ સોસા. સાધુવાસવાણી માર્ગ, ડો. હોમિજહાંગીર ભાભા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ગોપાલ ડેરી પાછળ દૂધ સાગર માર્ગ, કવિ નર્મદ અંગ્રેજી માધ્યમ શાળા ૩/૯ ગાયત્રીનગર બોલબાલા માર્ગ  ખાતે આવેલા શાળાઓમાં નર્સરીમાં એડમિશન માટેના ફોર્મ તા. રપ એપ્રિલ શુક્રવારથી તા. ૦પ સોમવાર સુધી જાહેર રજાના દિવસ સિવાય દરરોજ સવારના ૮ થી બપોરે ૧ દરમ્યાન ઉકત તમામ સરનામે દર્શાવામાં આવેલ શાળામાંથી મેળવવાના રહેશે. તેમજ તા. પ સોમવાર સુધીમાં ભરી પરત ત્યાં જ જમા કરાવી શકાશે ફોર્મ ભરવા માટે બાળકોના જન્મ તારીખના દાખલાની નકલ, એક પાસપોર્ટ સાઇઝ ફોટો તથા રેસીડેન્ટ પ્રુફની નકલ સાથે લાવાવની રહેશે. જે બાળકની જન્મ તા. ૧ જુના થી ૩૧ મે સુધીમાં હશે તેના જ ફોર્મ ભરી શકાશે. (૯.ર૩)

(4:02 PM IST)