<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

ભગવતીપરાની ચાર વર્ષની આયેશા રાઉમાને તાવ-શરદી ભરખી ગયા

 

રાજકોટ તા. ૧૭ : વધુ એક બાળકીનું તાવને કારણે મોત થયું છે. ભગવતીપરામાં આશાબા પીરની દરગાહ પાસે શીર નં. ૧૦માં રહેતાં આબીદભાઇ રાઉમાની દિકરી આયેશા (ઉ.વ.૪)નું બેભાન થઇ ગયા બાદ મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

આયેશા સવારે ઘરે હતી ત્યારે એકાએક ઢળી પડી હતી. તેણીને સારવાર માટે ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરાઇ હતી. પરંતુ સારવાર દરમિયાન મોત થતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનું પંચનામુ કરી મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આયેશા એક ભાઇથી નાની હતી. તેના પિતા મજુરી કરે છે. તેણીને બે દિવસથી તાવ હતો અને શરદી પણ થઇ હતી. લાડકવાયીના મોતથી પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. (૧૪.૯)

(4:02 PM IST)