News of Thursday, 17th April 2025
રાજકોટ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના પ્રાધ્યાપક ડો. હેતલ કયાડાની બદલી
સુરત મેડીકલ કોલેજમાં મુકવામાં આવ્યા

ગાંધનીગર તા. ૧૭: શહેરપી પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગના પ્રાધ્યાપક ડો. હેતલ કયાડાની રાજકોટથી બદલી કરવામાં આવી છે. તેમની બદલી સુરતની સરકારી મેડીકલ કોલેજ ખાતે ફોરેન્સિક વિભાગના પ્રાધ્યાપક તરીકે થયાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સેક્શન અધિકારીએ બદલીનો આ હુકમ કર્યો છે. જો કે આ બદલી જાહેર હિતમાં હોવાની નોંધ બદલીના ઓર્ડરમાં કરવામાં આવી છે.
(3:41 PM IST)










