<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

જામનગર રોડ પરના સાંઢિયા પુલનું કામ પુરજોશમાં: મનપા તંત્રનો દાવો

છેલ્લા એક વર્ષમાં ૪પ ટકા ફિઝીકલ તથા ૩૬ ટકા આર્થિક ખર્ચ થયો

રાજકોટ, તા. ૧૭ : જામનગર રોડ પર હયાત સાંઢિયા પુલને ડીસમેન્‍ટલ કરી નવા ફલાયઓવર બ્રિજ કામ અંદાજિત એક વર્ષમાં ૪પ ટકા ફિઝિકલ પ્રોગેસ તથા ૩૬% ફાઇનાન્‍સિયલ પ્રોગ્રેસ થયેલ છે. તેમ તંત્ર વાહકો દ્વારા દાવો કરવામાં આવ્‍યો છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ  મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર હયાત સાંઢિયા પૂલને ડીસમેન્‍ટલ કરી નવા ફ્‌લાયઓવર બ્રિજ બનાવવાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ કામ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૭૪.૩૨ કરોડના ખર્ચે એજન્‍સી Ms. ચેતન કન્‍સ્‍ટ્રકશન કંપનીને સોંપવામાં આવેલ છે. આ કામગીરીની સમયમર્યાદા બે વર્ષ છે. આ કામે અંદાજિત એક વર્ષમાં ૪૫્રુ ફીઝીકલ પ્રોગ્રેસ તથા ૩૬ ટકા ફાઇનાન્‍સિયલ પ્રોગ્રેસ થયેલ છે.

જામનગર રોડ ખાતે બની રહેલ નવા ફ્‌લાયઓવર બ્રિજના કામમાં કુલ-૨૦ પૈકી ૧૮ ફૂટીંગનું આર.સી.સી. કામ, કુલ-૪૦ પૈકી ૩૦ પિયરનું આર.સી.સી. કામ, કુલ-૨૦ પૈકી ૧૨ પિયર કેપ તથા કુલ-૧૨૦ પૈકી ૧૦૧ ગડરનું આર.સી.સી. કામ પૂર્ણ થયેલ છે.    

રાજકોટ મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ શાખાધિકારીઓની રીવ્‍યુ મીટિંગમાં આ કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.

(3:49 PM IST)