News of Thursday, 17th April 2025
રાજકોટમાં ચામડી દઝાડતો આકરો તાપઃ ૪૨.૬ ડીગ્રી
બપોરે ૨:૩૦ વાગ્યે ૮ કિ.મી.ની ઝડપે ફૂંકાતા ગરમ પવનઃ ગરમીથી શહેરીજનો ત્રાહીમામ

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રચંડ રાઉન્ડ ચાલી રહ્યો છે. આકરા તાપ સાથે ફુંકાતા ગરમ પવનોથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. પશુ પંખીઓની હાલત પણ દયનિય બની છે.
રાજકોટ શહેરની વાત કરીએ તો આ લખાય છે ત્યારે બપોરે ૨:૩૦ વાગ્યે રાજકોટમાં ૪૨.૬ ડીગ્રી તાપમાન નોંધાયું છે. ૮ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફુંકાઈ રહ્યા છે. ભેજનું પ્રમાણ ૨૨ ટકા છે. જ્યારે સવારે ૨૭ ડીગ્રી, ભેજ ૭૭ ટકા અને પવનની ગતિ ૧૦ કિ.મી.ની હતી. લગભગ છેલ્લા એકાદ સપ્તાહથી રાજકોટમાં તાપમાન ૪૨ ડીગ્રીની ઉપર જ નોંધાઈ રહ્યું છે. દિવસ દરમ્યાન અસહ્ય તાપ જોવા મળે છે. સાંજથી પવનનું જોર વધતા રાત્રીના સમયે ગરમીમાં થોડી રાહત જોવા મળે છે.
(3:57 PM IST)










