<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

મોડીરાત્રે રામનાથ પરા પાસે આવેલ ભવાનીનગરના 25થી 30 છોકરાઓ ને ફૂડ પોઈઝિંગની અસર :ફફડાટ

10થી 15 જેટલા છોકરાઓ ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ : અન્ય છોકરાઓ ને ઘરે સારવાર : કોર્પોરેટર નેહલ શુક્લ અને તેની ટિમ હોસ્પિટલે પહોંચી : છાસ પીધા બાદ અસર થયાની ચર્ચા

રાજકોટ : મોડીરાત્રે શહેરના રામનાથ પરા પાસે આવેલ ભવાનીનગરના 25થી 30 છોકરાઓ ને ફૂડ પોઈઝિંગની અસર થતા રહીશોમાં ભારે ફફડાટ  ફેલાયો છે

 જાણવા મળતી વિગત મુજબ ભવાનીનગરના 25 થી 30 જેટલા છોકરાઓ ની તબિયત લથડતા 10થી 15 જેટલા છોકરાઓ  ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે જયારે અન્ય છોકરાઓ ને ઘરે સારવાર ચાલુ કરાવી છે, 

દરમિયાન આ બનાવની જાણ થતા વોર્ડ નંબર-7ના  કોર્પોરેટર નેહલ શુક્લ અને તેની ટિમ હોસ્પિટલે પહોંચી  છે 

 આ દરમિયાન છાસ પીધા બાદ અસર થયાની ચર્ચા જાગી છે,

ભવાની નગરના નાના બાળકોને વિપરીત કરવામાં આવેલી છાશ પીવાથી ફૂડપોઈઝનિંગની અસર એક સાથે 40 50 બાળકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે 

   ગુંદાવાડી સરકારી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ તબિયત સ્થિર છે ત્વરિત સારવાર  મળવાથી સૌ બાળકો ખતરાની બહાર છે,

(12:08 AM IST)