News of Friday, 18th April 2025
માતા-પુત્રનું મૃત્યુ નિપજેલના ચકચારી કેસમાં સાઈટના કોન્ટ્રાકટરની જામીન અરજી મંજુર કરતી રાજકોટની નામદાર સેશન્સ કોર્ટ
રાજકોટના આજીડેમ વિસ્તા૨માં સુરભી ઈન્ડસ્ટ્રીઝની બાંધકામની સાઈટમાં દિવાલ પડી જવાથી : મરણજનારના પતિ ફરીયાદીએ કોન્ટ્રાકટર નરેશભાઈ નારણભાઈ ચૌહાણની બેદરકારીના કારણે બનાવ બન્યો હોવાનો કરેલ હતો આક્ષેપ

રાજકોટ,તા.૧૮: ગઈ તા. ૨૭/૧૦/૨૦૨૪ના રોજ રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી સંજયભાઈ ગુડુભાઈ મોહનીયાએ આરોપી ટ્રેકટર લોડરના ચાલક વિશાલ કાંતીભાઈ જાદવ તથા નરેશભાઈ નારણભાઈ ચૌહાણ વિરૂદ્ધ લોડર વડે કપચી ખસેડી દિવાલને ધક્કો મારતા દિવાલ પડી જતાં ફરીયાદીના પત્ની તથા પુત્રનું મોત નીપજાવવાના આરોપવાળી બી.એન.એસ. કલમ-૧૦૫, ૫૪ મુજબની ફરીયાદ નોંધાવેલ હતી.
ફરીયાદી સંજયભાઈ ગુડુભાઈ મોહનીયા દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલ ફરીયાદની હકિકતો મુજબ, ફરીયાદી સંજયભાઈ તેના પત્ની તથા પુત્ર સાથે મઘ્યપ્રદેશથી ગુજરાત મજુરી કામ માટે આવેલ હતા અને રામનાથ ઈન્ડસ્ટ્રીઝ બાજુમાં સુરભી ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નવા કારખાનાનું બાંધકામ ચાલુ હતું તે બાંધકામ આરોપી નરેશભાઈ ચૌહાણે કોન્ટ્રાકટ ઉપર રાખેલ હતું ત્યાં ફરીયાદી સંજયભાઈના પત્ની મરણજનાર સીમાબેન કામ કરતા હતા અને નરેશભાઈની બીજી સાઈડ શાપરમાં આવેલ છે ત્યાં ફરીયાદી સંજયભાઈ કડીયા કામ કરતા હતા.
વધુમાં ફરીયાદી સંજયભાઈએ પોતાની ફરીયાદમાં જણાવે છે કે, જ્યારે ફરીયાદી પોતે શાપર કડીયાકામે ગયેલ હતા ત્યારે તેના માસીયાઈ ભાઈ નાથુભાઈનો ફોન આવેલ કે દીવાલ પડી જતા તેના ઘરનાને વાગ્યું છે. જેથી ફરીયાદી સંજયભાઈ બનાવવાળી જગ્યાએ પહોંચેલ ત્યારે તેને જાણવા મળેલ કે, તેની પત્ની ગુજરના૨ સીમાબેન તેના એક વર્ષના પુત્ર સાર્થકને દિવાલના ટેકે પેટ ભરાવતા હતા ત્યારે આરોપી લોડર ડ્રાઈવર વિશાલભાઈ જાણતા હોવા છતા કે ગુજરનાર સીમાબેન તેના પુત્રને પેટ ભરાવે છે તેમ છતા લોડર વડે કપચી ખસેડતી વખતે દિવાલને ધક્કો મારી દિધેલ જેના પરીણામ સ્વરૂપે ફરીયાદીની પત્ની સીમાબેન તથા પુત્ર સાર્થક ઉપર દિવાલ પડતા ઘટના સ્થળે જ બંનેના મોત નીપજેલ છે તેમજ બાંધકામના વહિવટ કરતા નરેશભાઈ ચૌહાણે બનાવના સ્થળે કોઈ પણ જાતના સુરક્ષાના સાધનો, હેલ્મેટ વગેરે ઉપલબ્ધ રાખવાના હોય તેમ છતા ઉપરોકત સુરક્ષાના સાધનો ન રાખતા આરોપી નરેશભાઈની બેદરકારીના કારણે બનાવ બનેલ છે તેવી હકિકત ફરીયાદી સંજયભાઈ પોતાની ફરીયાદમાં જણાવેલ હતી.
ઉપરોકત ફરીયાદના કામે આરોપી નરેશભાઈ નારણભાઈ ચૌહાણની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ તપાસ કરનાર અમલદાર દ્વારા તપાસ પુર્ણ થઈ જતા આરોપીઓ વિરૂધ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતું. જેથી આરોપી નરેશભાઈએ તેમના તરફે રોકાયેલ એડવોકેટ અંશ ભારદ્વાજ મારફતે નામદાર સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ બાદ જામીન પર છુટવા માટે જામીન અરજી કરેલ હતી.
આરોપી નરેશભાઈના બચાવ પક્ષે રોકાયેલ કિલશ્રીએ દલીલ કરતા જણાવેલ હતું કે, આરોપી નરેશભાઈ નારણભાઈ ચૌહાણ કહેવાતા ગુના વિશે કશું જાણતા નથી કે કહેવાતો ગુનો કરેલ નથી તથા બનાવ સુરભી ઈન્ડસ્ટ્રીઝના નવા કારખાનાના બાંધકામનો કોન્ટ્રાકટ હતો ત્યાં બન્યો હતો જે હકિકત મુજબ આરોપી નરેશભાઈ બનાવ સમયે હાજર પણ ન હતા. આરોપી નરેશભાઈ ચૌહાણને બનાવમાં કોઈ ગુનાહીત મનુષ્યવધ થશે તેવી કોઈ જ જાણકારી ન હતી. તેમજ આરોપી નારણભાઈનું દુષ્પ્રરક તરીકે એટલે કે મદદગારી કરનાર તરીકે ફરીયાદમાં નામ લખવામાં આવેલ છે. તેમજ બનાવ અંગે આરોપી નરેશભાઈને અંગત જ્ઞાન નથી કે બનાવમાં કયાંય સંડોવાયેલ નથી. વધુમાં બનાવ બનવાના સમયે કડીયા કારીગરોનો વિશ્રામનો સમય હતો જેથી મરણજનાર સીમાબેન તેઓના પુત્રનું પેટ ભરાવી રહ્યા હતા જેથી વિશ્રામના સમયે સુરક્ષના સાધનો પહેર્યા ન હોય તે સ્વાભાવિક છે અને વિશ્રામ સમયે બનેલા આ બનાવમાં આરોપી અરજદારની કોઈ પણ પ્રકારની ગુનાહિત બેદરકારી રેકર્ડ પ૨ આવતી નથી. તેમજ વિશેષમાં એવી પણ દલીલ કરવામાં આવેલ હતી કે, ફરીયાદની હકિકત ઘ્યાને લેવામાં આવે તો પણ સમગ્ર બનાવ અકસ્માતનો જ બનાવ છે જે ફરીયાદ ૫૨થી જણાય આવે છે. જે ઉપરોકત દલીલના આધારે બચાવ પક્ષના વિકલશ્રીએ જામીન અરજી મંજુર કરવા નામદાર કોર્ટને વિનંતી કરેલ હતી.
આમ બંને પક્ષોની વિગતવારની દલીલો સાંભળ્યા બાદ તેમજ બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલ દલીલ તથા રજુ કરવામાં આવેલ વિડ અદાલતોના વિવિધ ચુકાદાઓને માન્ય રાખીને રાજકોટના નામદાર એડી‘લ સેશન્સ જજ શ્રી એમ.જે.બ્રહ્મભટ્ટ સાહેબની કોર્ટે આરોપી નરેશભાઈ નારણભાઈ ચૌહાણને શરતોને આધિન જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.
આ કામના આરોપી નરેશભાઈ નારણભાઈ ચૌહાણ તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ધી૨જ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, કળણાલ દવે, દિશા ફળદુ, મિહિર શુકલ વિગેરે રોકાયેલ હતા.(૪૦.૧૫)
(1:58 PM IST)










