News of Friday, 18th April 2025
મોટી ટાંકી ચોક પાસે બેંકના બીજા માળે આગ
ઉંદરે ઇલેકટ્રીક વાયરીંગ કાપી નાખતા શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું તારણ : ફર્નિચર તથા ફાઇલો સહિતનો સામાન બળી ગયો

રાજકોટ : શહેરના મોટી ટાંકી ચોક નજીક ભીલવાસ ચોક પાસે બેંક ઓફ ઇન્ડીયામાં બીજા માળે આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી.
કોઇએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફના અધિકારી અમીતભાઇ દેવે, ફાયરમેન ભૂપતભાઇ, અજયભાઇ, પ્રદિપભાઇ, પિયુશભાઇ, હર્ષદભાઇ, વિરપાલભાઇ, શૈલેશભાઇ, રાજેશભાઇ સહિતે ફાયર ફાયટર સાથે સ્થળ પર પહોંચી બેંક બંધ હોઇ તેથી બેંકની પાછળ સીડી મારફતે બીજા માળે પહોંચી દરવાજો તોડી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
આગમાં ઇલેકટ્રીક વાયરીંગ, ફર્નીચર, કાગળો તથા કોમ્પ્યુટરના સર્વરના કેબલ સહિતનો સામાન બળી ગયો હતો. ઉંદરે ઇલેકેટ્રીક વાયરીંગ કાપી નાખતા શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. (૯.૧૯)
(2:36 PM IST)










