News of Friday, 18th April 2025
રાજકોટમાં ૨૦મીથી વિકલાંગો માટે ઓપન ગુજરાત ટેનિસ નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટઃ ૩૨થી વધુ ટીમો ભાગ લેશે
પૂ.ઓમદાદાના હસ્તે ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટનઃ ચેમ્પિયન-રનર્સઅપ ટીમને રોકડ, ટ્રોફી સહિતના ઈનામો

રાજકોટઃ શ્રી નવજીવન સેવાશ્રય ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને વિશેષ સુવિધાઓ પ્રદાન કરવા રાજકોટમાં દ્વિતીયવાર ઓપન ગુજરાત ટેનિસ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૨ એનવીએસ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫નું આગામી તા.૨૦/૦૪ થી ૨૫/૦૪ સુધી સાંજે ૬ કલાકથી ગ્રીનફિલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ જામનગર રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
જેનો શુભઆરંભઃ ગુરૂદેવ પૂ.આત્મયોગી શ્રી ૐદાદા દ્વારા કરવામાં આવશે. સ્થળઃ ગ્રીનફિલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ રાજકોટ જામનગર રોડ
કુલ ૩૨ ટિમ ભાગ લઈ રહી છે, દરેક મેચના મેન ઓફ ધ મેચ ખેલાડીને ટ્રોફી આપવામા આવશે. અને દરરોજ હારેલી ટીમને મોમેન્ટો આપવામાં આવશે, ટુર્નામેન્ટના અંતિમ દિવસે લખેણા ઈનામો જેવા કે બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ સિરીઝને ટ્રોફી અને ઉમિયા મોબાઈલ તરફથી બેગ આપવામાં આવશે.
ફાઈનલ વિજેતા ટીમને ૪૫ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે. રનર્સઅપ ટીમને ૨૫ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે.
આ ક્રિકેટ ટૂર્નામેન્ટને સફળ બનાવવા મુખ્ય આયોજક શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ-ભચાઉના મહામંત્રી જીતેન્દ્રભાઈ જોશી, મુરલીભાઈ દવે, યોગીનભાઈ છનીયારા, સુનિલભાઈ શાહ, ડેનીસભાઈ કાલરીયા, જીગ્નેશભાઈ વાગડીયા, નયનભાઈ કોઠારી, હિતેશભાઈ ઝાલાવડીયા, મિતેશભાઈ દોશી, ચેતનભાઈ ગોંડલીયા, હર્ષિલભાઈ શાહ, રણધીરભાઈ સોનારા, રવિભાઈ પાટડીયા, તુષારભાઈ વાછાણી, કિન્નરીબેન ચૌહાણ, કોમલબેન ખીરા સાથે ટુર્નામેન્ટ ડાયરેક્ટર તરીકે નિમેષભાઈ ભાલોડીયા, અક્ષયભાઈ કંટારીયા, સુનિલભાઈ સોલંકી, રાઠોડ બાદશાહ, પરેશભાઈ સીદપરા, વિશાલભાઈ જોશી, વિશાલભાઈ કાનાણી, રેનીશભાઈ ફુલેત્રા, દીક્ષિતભાઈ મેંદપરા વગેરે હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. ક્રિકેટ ટીમ રજીસ્ટ્રેશન માટે નિમેષભાઈ ભાલોડીયા (મો.૯૭૩૭૨૯૭૬૧૨)
તસ્વીરમાં જીતેન્દ્રભાઈ દોશી, નિમેષભાઈ ભાલોડીયા, યોગિનભાઈ છનિયારા, ડેનિસભાઈ કાલરીયા, ચેતનભાઈ ગોંડલીયા, વિશાલભાઈ જોષી, નયનભાઈ કોઠારી, જીગ્નેશભાઈ વાગડીયા, મિતેશભાઈ દોશી, અક્ષયભાઈ કંટારીયા, ડો.રવિભાઈ પાટડિયા નજરે પડે છે. (તસ્વીર-અભિજીત બગથરીયા)
(2:41 PM IST)










