News of Friday, 18th April 2025
જંકશન રેલ્વે સ્ટેશનની સામેની ૧૧ નંબરની શેરી બીજુ નાકરાવાડીઃ કચરાના ગંજે ગજ
આખો રસ્તો બ્લોક થઇ ગયોઃ જંકશન પ્લોટના ૧૦ હજાર લોકોને ઘેરી અસર...

રાજકોટઃ રેલ્વે જંકશન સ્ટેશનના દરવાજાની સામે જ અને ભાટીયા બોર્ડીગ પછીની શેરી જે ૧૧-જંકશન પ્લોટ ગણાય છે. તે શેરીમાં કચરાના ગંજે ગંજ ખડકાય ગયા છે. ઘણા સમયથી આ કચરાનાી ગંદકીના ઢગલા થતા આ જંકશનપ્લોટ શેરી નં. ૧૨,૧૭, ૯, ૮, ૭, ૩, અને ૧૬ નંબરની શેરીના અંદાજે ૮ થી ૧૦ હજાર લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ વિસ્તારના ભાજપના કોર્પોરેટરો કોઇ ફરકતા નથી જાણે આ શેરીનો ૫૦૦ થી ૭૦૦ મીટરનો ટુકડો કે જે રેલ્વે કવાટર્ર પાસે અને ધર્મશાળાની અડીને આવેલો છે, તે બીજુ નાકરાવાડી બની ગયુ હોય એવા બિહામણા -ગંદકીના દ્રશ્યો ઉભરી આવ્યા છે, અનેક વખત ફરિયાદો થઇ પણ કોઇ ફરકતું નથી, આખો ભાગ બંધ કરી દેવાયો છે, છેલ્લા ૨ થી ૩ વર્ષથી લોકો ગંદકીનો ભયાનક ત્રાસ સહન કરી રહયા છે, અંદાજે ૮ થી૧૦ હજાર લોકોને ઘેરી અસર ઉદ્ભવી છે, રેલ્વે સ્ટેશન જવુ હોય તો ૪ થી ૫ શેરીને ફરીને જવુ પડે છે, રીક્ષાવાળા પણ ઉંચા ભાડા પડાવે છે. કોર્પોરેશન તાકીદે આ પ્રશ્ન ઉકેલે તે જરૂરી છે?
(2:43 PM IST)










