News of Friday, 18th April 2025
જે ભગવાન ટ્રસ્ટ દ્વારા રવિવારે પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન - રકતદાન કેમ્પ

રાજકોટ તા. ૧૮ : જે ભગવાન ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમવાર તા. ૨૦ ના રવિવારે પ દીકરીઓના સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ હતુ કે સર્વોદય સોસાયટી શેરી નં. ૨૪, પિતૃકૃપા હોટલની પાછળ, પોસ્ટઓફીસની બાજુમાં, કોમન પ્લોટ, વેરાવળ શાપર (રાજકોટ) ખાતે સમુહલગ્ન યોજેલ છે. જેનું મંડપ રોપણ કાલે શનિવારે સવારે થશે. કાલે શનિવારે રાત્રે દાંડીયારાસ પણ રાખેલ છે.
તા. ૨૦ ના રવિવારે સવારે ૭ વાગ્યે જાનઆગમન થશે. ૧૦ વાગ્યે હસ્ત મેળાપ અને ૧૧ વાગ્યે આશીર્વાદ અપાશે. બપોરે ૧૨.૩૦ વાગ્યે ભોજન સમારોહ રાખેલ છે. જેમાં ૩ હજારથી વધુ લોકો ભોજન ગ્રહણ કરશે. આ અવસરે રવિવારે સવારે ૮ થી ૧૨ રકતદાન કેમ્પ પણ યોજેલ છે.
(2:51 PM IST)










