News of Friday, 18th April 2025
મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસેથી લાલજી ઉર્ફે લાલો ચોરાઉ રીક્ષા સાથે ઝડપાયો
બી-ડીવીઝન પોલીસના હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા તથા કોન્સ વિશ્વજીતસિંહ ઝાલાની બાતમી

રાજકોટ, તા. ૧૮: મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસેથી બી-ડીવીઝન પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ રીક્ષા સાથે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ મોરબી રોડ પર એક શખ્સ ચોરાઉ રીક્ષા સાથે ઉભો હોવાની બી-ડીવીઝન પોલીસના હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કોન્સ વિશ્વજીતસિંહ ઝાલા ને બાતમી મળતા મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસેથી ચોરાઉ ઓટો રીક્ષા સાથે લાલજી ઉર્ફે લાલો વલ્લભભાઇ પાથર (ઉ.વ. ૩પ) (રહે. સંતકબીર રોડ રાજારામ સોમનાથ સ્કુલની બાજુમાં શકિત સોસાયટીમાં ભાડે મુળ વિસાવદર) ને ચોરાઉ ઓટો રીક્ષા સાથે પકડી લીધો હતો.
આ કામગીરી પી.આઇ. એસ.એસ. રાણેના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી. ચૌધરી, એ.એસ.આઇ. અનીલસિંહ ગોહિલ, હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, લાલજીભાઇ હાડગડા, કોન્સ વિશ્વજીતસિંહ ઝાલા, વિનોદભાઇ પરમાર, રાજદીપભાઇ પટગીર, નરેશભાઇ ચાવડા અને મનજીભાઇ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.(૬.૧પ)
(3:07 PM IST)










