News of Friday, 18th April 2025
હત્યા અને લુંટના ગુનામાં સામેલ શની ઉર્ફે ચડીયો ઉઘરેજીયા પાસામાં ધકેલાયો
બી. ડીવીઝન પોલીસના પી.આઇ. એસ.એસ. રાણે તથા ટીમે વોરંટની બજવણી કરી વડોદરા જેલ હવાલે કર્યો

રાજકોટ તા.૧૮: શહેરના ભગવતીપરામાં હત્યા અને માર્કેટીંગ યાર્ડ પાસે લુંટના ગુનામાં સામેલ શખ્સને બી-ડીવીઝન પોલીસે પાસામાં ધકેલી દીધો છે.
મળતી વિગત મુજબ શહેરના ભગવતીપરામાં યુવાનની હત્યા અને માર્કેટીંગ યાર્ડ પાસે લુંટના ગુનામાં સામેલ શની ઉર્ફે ચડીયો કલુભાઇ ઉઘરેજીયા (ઉ.વ.૨૧)ને પાસામાં ધકેલવા માટે પીસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એમ.આર. ગોંડલીયા તથા પી.એસ.આઇ. એમ.જે. હુણ તથા પો.હેડ કોન્સ. રાજુભાઇ દહેડવાલ સહિતે દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝાએ વોરંટ ઇશ્યુ કરતા બી. ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એસ.એસ. રાણે તથા સ્ટાફે વોરંટની બજવણી કરી શની ઉર્ફે ચડીયો કલુભાઇ ઉઘરેજીયા (ઉ.વ.૨૧) (રહે. ભગવતીપરા મદ્રેસા પાસે)ની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલ હવાલે કર્યો હતો.(૨.૨૧)
(4:31 PM IST)










