<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

મનપા હસ્‍તકના તમામ વાહનો માટે નવાનિયમો

ભારે વાહનો માટેના ડ્રાઇવરોની વયમર્યાદા ૨૫ થી ૫૮ વર્ષ રહેશેઃ સોંગદનામુ લેવાશે એજન્‍સી અને ડ્રાઇવરો પાસે

રાજકોટ, તા.૧૮: મહાનગર પાલિકાની તમામ શાખા હસ્‍તક RMC ની માલિકીના તેમજ કોન્‍ટ્રાક્‍ટ હેઠળના વાહનો તેમજ આઉટર્સોસિંગ સહિત RMC ને સેવા આપતા તમામ વાહનો માટે સુધારાત્‍મક પગલાઓનું પાલન કરવા એક પરિપત્ર કરવામા આવ્‍યો છે. આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ  મહાનગરપાલિકાની તમામ શાખાને મ્‍યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ એક પરીપત્રથી સૂચિત કરેલ છે કે તેઓના વિભાગ હસ્‍તકના RMC ની માલિકીના તેમજ કોન્‍ટ્રાક્‍ટ હેઠળના વાહનો તેમજ આઉટર્સોસિંગ સહિત RMC ને સેવા આપતા તમામ વાહનો માટે સુધારાત્‍મક પગલાઓનું પાલન કરવાનું રહેશે.

એજન્‍સી મારફત (RMC ની માલિકીના વાહનોમાં લગત શાખા દ્વારા) કાર્યરત વાહનોની યોગ્‍ય ચકાસણી કરી RTO/માન્‍ય સંસ્‍થાઓ દ્વારા ફીટનેસ સર્ટીફીકેટ દર વર્ષે ૧ એપ્રિલ થી ૩૦ એપ્રિલ વચ્‍ચે મેળવવાના રહેશે.

ભારે વાહનો માટેના ફરજ પરના ડ્રાઇવરોની વય મર્યાદા ૨૫ થી ૫૮ વર્ષ રહેશે તેમજ તેની પાસે ઓછામાં ઓછું ૨ વર્ષ જૂનું ડ્રાઇવિંગ લાઇસન્‍સ હોવું જરૂરી છે તથા અન્‍ય વાહનો માટે નિયમાનુસાર નિયત અનુભવ હોય તેને જ ફરજ પર રાખવાનાં રહેશે.

ડ્રાઈવરો/વાહનો/વાહનો થકી RMC ને સેવા પૂરી પાડતી એજન્‍સી પાસેથી બિલની સાથે  ફરજ પરના તમામ ડ્રાઈવરો ફિઝિકલી ફિટ છે અને તેમની પાસે વેલીડ લાઇસન્‍સ છે. અને ડ્રાઈવરો પાસેથી નિયત કામના કલાકો (૦૮) થી વધુ કામ લેવામાં આવતું નથી તેમજ સમયાંતરે રેસ્‍ટ આપવામાં આવે છે તેવુ  સોગંદનામુ લેવાનું રહેશે.

(3:27 PM IST)