News of Friday, 18th April 2025
અટલ સરોવર ડેપો મેનેજર છૂમંતર : બસના પૈડા થંભી ગયા
આજે ૭પ ઇલેકટ્રીક બસોની હડતાલ ઇન્દિરા સર્કલ દૂર્ઘટના બાદ વિવિધ એજન્સીના અધિકારીઓ મોબાાઇલ સ્વીચ ઓફ કરી દેતા ડ્રાઇવરોમાં આક્રોશ : મનપાએ દિલ્હી સ્થિત કંપનીના ડાયરેકટરને કરી જાણ

હડતાલ...: શહેરના ૧પ૦ ફૂટ રીંગ રોડ પર ઇદિંરા સર્કલ પાસે સીટી બસ દૂર્ઘટના બાદ સીટી બસના ડ્રાઇવરો આજે સહકાર, સેફટી સહિતના પ્રશ્ને અટલ સરોવર ખાતે આવેલ ઇલેકટ્રીક બસ ડેપો ખાતે પહોંચતા ડેપો મેનેજરની ઓફીસે તાળુ જોવા મળતા ડ્રાઇવરોએ આક્રોશ વ્યકત કર્યો હતો. અને આજે સવારે આ બસો શરૂ ન થતા મુસાફરો હેરાન -પરેશાન જોવા મળ્યા હતા. (તસ્વીર : અશોક બગથરીયા)
રાજકોટ તા.૧૮, ઇદિરા સર્કલ સિટીબસ દૂર્ધટના બાદ મહાનગરપાલિકા અને એજન્સી દ્વારા તપાસના નામે ચલક ચલાણું ચાલુ કરી દીધું છે. જયારે અકસ્માત બાદ લોકોના આક્રોશનો ભોગ બનેલા ડ્રાઇવરની દશા જોઇને વિヘમ એજન્સીની તમામ ૭૫ બસના ડ્રાઇવરોએ હુમલાની જવાબદારી કોણ લેશે તેવુ જણાવી આજે સવારે અટલ સરોવર સિટીબસ ડેપોના મેનેજરને રજૂઆત કરવાનું નક્કી કરેલ પરંતુ ડેપો મેનેજર રાતોરાત ભાગી જતા ડ્રાઇવરોએ બસ સેવા નહી શરૂ થતા આક્રોક વ્યકત કયો હતો અને જવાબદારી વિનાની મહાનગરપાલિકામાં હડકંપ મચી ગયો છે.
આજે ૭પ ઇલેકટ્રીક બસ અટલ સરોવરના ડેપોની નહિ ઉપડતા મનપા તંત્ર વાહકોએ દિલ્હી સ્થિત કંપનીને જાણ કરી આ સમસ્યા તાત્કાસીક હલ થવા માંગ કરી છે.
સિટીબસ દૂધર્ટના બાદ ઇદિર સર્કલ ખાતે બસના ડ્રાઇવરો સેકટી, સહકાર આપવાની સાથે ૭૫ સિટીબસનું સંચાલન કરતી વિヘમ એજન્સીના તમામ ઉચ્ચ અધિકારીઓએ મોબાઇલ સ્વીચ ઓફ કરી દેતા આ બાબતે ડેપો મેનેજરને જાણ કરવા માટે તમામ ડ્રાઇવરો આજે સવારે અટલ સરોવર ખાતે ઉમટયા હતા. જયા ડેપો મેનેજરની ઓફિસે તાળુ જોવા મળેલ.
આથી ડ્રાઇવરોએ મનપાના ટ્રાન્સ્પોર્ટ વિભાગના અધિકારીનો સંપર્ક કરતા તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ડ્રાઇવરોને સમજાવવાનો પ્રયત્ન કરેલ પરંતુ ડ્રાઇવરોએ દૂર્ધટનામાં થતા હુમલા સહિતની જવાબદારી એજન્સી ન સ્વીકારે ત્યા સુધી બસ ચાલુ નહીં થાય તેમ જણાવ્યું હતુ. તેમજ એજન્સીના અધિકારીઓ સાથે મીંટીગ યોજવાની વાત કરેલ આથી તંત્ર દ્વારા એજન્સીના અધિકારીઓને તુરંત રાજકોટ હાજર થવાની સુચના આપી છે અને સંભવત સાંજે એજન્સી સાથે મીંટીગ યોજીયા બાદ ડ્રાઇવરોની માંગ સંતોષાસેતો ૭૫ સિટીબસ શરૂ થશે તેવુ લાગી રહ્યું છે.
સિટીબસ દૂર્ધટનામાં મહાનગરપાલિકા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રારંભીક ધોરણે મહદઅંશે અજેન્સીને જવાબદાર ઠેરવી તેનુ ચાલુ માસનું અને અગાઉનુ સહિત રૂા.૧૦ કરોડનું બિલ અટકાવવામાં આવ્યું છે. પરંતુ પોલીસ વિભાગ ના સુત્રોના જણાવ્યા મુજબ ડ્રાઇવર સામે તેમજ એજન્સીના જવાબદાર અધિકારીઓ સામે પણ ફરિયાદ થવાની સંભાવના છે. જેના લીધે અજેન્સીના તમામ અધિકારીઓ ગઇકાલથી પોતાના મોબાલઇ સ્વીચ ઓફ કરી ભૂર્ગભમાં ઉતરી ગયાનું જાણવા મળેલ છે. છતા આજે એજન્સીના માણસો સાથે ડ્રાઇવરોની મીંટીગ યોજાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે તેમ મનપાના અધિકારીઓએ જણાવ્યું હતુ.
અન્ય સિટી બસ સેવા રાબેતા મુજબ ચાલુ
રાજકોટ : સિટી બસ દૂર્ધટના બાદ અટલ સરોવર ડેપોની ૭૫ બસના ડ્રાઇવરો હડતાલ ઉપર ઉતરી ગયા છે. શહેરમાં કુલ ૧૨૪ ઇલેકટ્રીક બસ દોડવવામાં આવી રહી છે. જે પૈકી ૭૫ સિટીબસનું સંચાલન વિヘમ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આ એજન્સીની સિટીબસે અકસ્માત સર્જયો છે. જેનુ તપાસ સહિતનું કોકડું ગુચવાયેલુ હોય વિヘમ એજન્સીના ડ્રાઇવરો હડતાલ ઉપરી ઉતરી ગયા છે. પરંતુ અન્ય ૪૯ ઇલેકટ્રીક બસનું સંચાલન નારાયણન નામની એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આ એજન્સીના ડ્રાઇવરો હડતાલમાં સામેલ ન થતા ૪૯ સિટી બસ રાબેતા મુજબ તેના રૂટ ઉપર સવારથી દોડી રહી હોવાનું મનપાના અધિકારીઓએ જણાવ્યું હતુ.
(3:42 PM IST)










