News of Friday, 18th April 2025
પૂરવઠાના અધીકારીઓ સરકારના પરિપત્રનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન કરી રહયા છેઃ સામાન્ય ઘટનામાં પણ કેસો કરાય છેઃ આક્ષેપો
આવી મોટી કનડગત ભાવનગર પંથકમાં થાય છેઃ દૂકાનદારોમાં ભારે દેકારો સરકારમાં રજૂઆત કરતા રાજેન્દ્રસિંહ જાડેજા - જિતુભા જાડેજાઃ યોગ્ય નહિ થાય તો ધરણા સહિતના આંદોલન કરાશે

રાજકોટ, તા.૧૮: ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ એસો.ના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા-મહામંત્રી-જિતુભા જાડેજા એ એક નિવેદનમાં ઉમેર્યું કે, ગરીબ અને મધ્યમવર્ગીય લાભાર્થીઓને અનાજ કઠોળ ખાંડ તેલ નમક વગેરે જણસીઓ વિતરણ કરવાનુ કામ વ્યાજબી ભાવના દુકાનદારભાઈઓ ખુબજ નજીવા કમિશનથી કરી રહ્યા છે અને આ કામગીરી જિલ્લા પુરવઠા કચેરીની સીધી દેખરેખ નીચે હોય છે સસ્તા અનાજની દુકાનની તપાસણી અધિકારી દ્વારા આકસ્મિક કે રૂટિન તપાસણી સ્થળ ઉપર જય ને કરવામાં આવે છે ત્યારે ટેકનીકલ કે શુલ્લક બાબતો જોવા મળતા મળેલ ક્ષતીનો ઈરાદાપૂર્વક રાઈનો પહાડ બનવવામાં આવે છે અને ખાતાકીય કેસો કરવામાં આવે છે અને આ તપાસણી અધિકારીઓ સરકારના ઠરાવો પરિપત્રો સૂચના નો માત્ર એકતરફી અમલ કરી નિર્દોષ દુકાનદારોને દંડિત કરીને આત્મસંતોષ લેતા હોય છે અને આ કામગીરીમાં ખરેખર દોષિતો તો આર્થિક વ્યવહાર કરીને છટકી જતા હોય છે પરંતુ નિર્દોષ દુકાનદારો સામાન્ય બાબતે દંડાતા હોય છે.
સરકારની કોઈપણ કામગીરી જો પારદર્શક વહીવટી અને નિયમનુસાર હોય તો એમાં કોઈને શંકા ના હોય, પરંતુ આખરે તપાસણી અધિકારીએ સરકારના ઠરાવ પરિપત્રો સૂચનાનું પાલન કરવું જ જોઇએ જે ભાવનગર જિલ્લામાં કરવામાં આવતું નથી. સસ્તા અનાજના દુકાનની આકસ્મિક તપાસણી સમયે મળી આવતી ટેકનીકલ કે શુલ્લક ભૂલ બાબતે ખાતાકીય કેસ ના કરવા બાબતે ગુજરાત સરકાર દ્વારા ૨૨/૯/૧૯૮૯ નો ખાસ ઠરાવ પસાર કરવામાં આવેલ. છે જેની જોગવાઈનો તપાસણી અધિકારી ભંગ કરી રહ્યા છે તપાસણી સમયે મળી આવતી જથ્થાની ઘટ મા દોઢ થી બે ટકા સુધીની વેચાણ આધારિત ઘટ મજરે આપવાની સ્પષ્ટ જોગવાય છતાં તપાસણી અધીકારી આવી ઘટ મજરે આપ્યા વગર ખાતાકીય કેસો કરે છે અને આવા કેસ ચલાવનારા જિલ્લા પુરવઠા અધિકારી પણ દુકાનદારના ખુલાસા ગ્રાહ્ય રાખતા નથી કે સરકારના ઠરાવની જોગવાઈનો અમલ. કરતા નથી અને દુકાનદારોને મસ મોટા દંડ આપી રહ્યા છે આ અંગે એસો તરફથી અનેકવાર રજૂઆત છતાં પોતાની મનમાની કરી રહ્યા હોય. રાજ્ય એસોને રજૂઆત મળતા આ અંગે સરકારમાં પત્ર લખવામાં આવ્યો છે અને યોગ્ય ઉકેલ નહીં આવે તો જિલ્લા પુરવઠા વિભાગ સામે દુકાનદારો દ્વારા ઘરણા પ્રદર્શન કરવામાં આવશે.જેસર તાલુકાના એક દુકાનદારની આકસ્મિક. તપાસણી બાબતે ટેકનીકલ ક્ષતી અને જથ્થામાં. ૧૭ કિલો જેવી નજીવી ઘટ કે જે ૨૨/૯/૮૯ ના ઠરાવ મુજબ મજરે આપવા પાત્ર હોવા છતાં ભાવનગર જિલ્લા. પુરવઠા અધિકારી દ્વારા દુકાનદારને કારણદર્શક નોટિસ આપી દુકાનદારનો ખુલાસો માન્ય રાખવાના બદલે તેની પરવાનાંની સંપૂર્ણ રકમ જપ્ત કરી અને ઘટ પડેલ. જથ્થાની બહુ મોટી રકમ વસુલતો અન્યાયી. હુકમ. કરવામાં. આવેલ છે અને આ. અધિકારી દ્વારા અનેક કિસ્સામાં આ. ઠરાવની જોગવાઈ વિરૂધમાં કામગીરી કરવામાં આવેલ. હોય દુકાનદારોમા રોષ વ્યાપી રહ્યો છે આ બાબતે જો યોગ્ય કરવામાં. નહીં આવે તો. તમામ દુકાનદારો આંદોલાત્મક કાર્યક્રમો આપશે જેના પરિણામે વિતરણ વ્યવસ્થા પણ ખોરવાય શકે છે.
(3:49 PM IST)










