<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

સમસ્‍ત બ્રાહ્મણ સમાજના યુવાઓ માટે નિઃશૂલ્‍ક મેરેજ બ્‍યુરોનો પ્રારંભઃ દર શનિ-રવિ કાર્યરત રહેશે

રાજકોટઃ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ, રાજકોટ દ્વારા સમસ્‍ત બ્રહ્મ સમાજ, માટે એક મેરેજ બ્‍યુરોનું આયોજન કરેલ છે. જેમાં સમસ્‍ત ભારતભરમાંથી બ્રાહ્મણ જ્ઞાતિના યુવક/ યુવતિઓ લાભ લઇ શકશે. આ મેરેજ બ્‍યૂરો ફ્રી રાખેલ છે. દર શનિવારે સાંજે ૫.૩૦ થી ૭.૩૦ અને દર રવિવારે સવારે ૧૦ થી ૧ દરમ્‍યાન મેરેજ બ્‍યુરો કાર્યરત રહેશે.

હાલમાં શ્રીમાળી બાહ્મણ સમાજ દ્વારા સમસ્‍ત બ્રહ્મ સમાજના લગભગ ૧૨૦૦ યુવકોના તથા ૮૦૦ જેટલાં યુવતિઓનાં બાયોડેટા એકત્રિત કરવામાં આવેલ હોવાનું જણાવાયું છે. સમસ્‍ત બ્રાહ્મસમાજના ભાઇ-બહેનોએ બાયોડેટા જમા કરાવવા અંતમાં જણાવાયું.

વધુ વિગત માટે મો. ૯૯૭૮૫૦૦૪૦૦ ઉપર સંપર્ક કરવો.

તસ્‍વીરમાં કમલેશભાઇ ત્રિવેદી, હરીષભાઇ ત્રિવેદી, ગૌરાંગભાઇ ઓઝા, ધનંજયભાઇ દવે, કૌશીકભાઇ દવે, સગુણાબેન ઓઝા, અનીલભાઇ ત્રિવેદી, કપીલભાઇ ઓઝા, હરેન્‍દ્રભાઇ ત્રિવેદી, તરૂણભાઇ ત્રિવેદી, જનાર્દનભાઇ આચાર્ય નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:50 PM IST)