News of Friday, 18th April 2025
કાલાવડ રોડ પર સીતારામ સોસાયટીના ૫૬ ગેરકાયદે બાંધકામોને નોટીસઃ ચકચાર મચી
તાલુકા પોલીસ સ્ટેશનની સામે ગેરકાયદે મકાન, રેસ્ટોરન્ટ, ઓફીસ બની જતા મનપા તંત્રના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇઃ ડીમોલેશનની નોટીસથી રોષ

રાજકોટ તા. ૧૮: મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા છેલ્લા એક માસથી ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અગાઉ ધાર્મિક સ્થળો તેમજ પોપટપરા, ભગવતીપરા, જંગલેヘર સહિતના વિસ્તારોમાં ૯૨૫થી વધુ ગેરકાયદેસર બાંધકામોની નોટીસ આપવામાં આવેલ જે કામગીરી આજ સુધી ચાલુ થઈ નથી. પરંતુ અગ્નિકાંડ બાદ ૨૬૧થી વધુ એકમોને અપાયેલ ૨૬૦/૨ ની નોટીસોની અમલવારી શરૂ કરાઈ છે. જે અંતર્ગત કાલાવડ રોડ ઉપર તાલુકા પોલીસ સ્ટેશનની સામે આવેલ સીતારામ સોસાયટીના એક સાથે ૫૬ મકાનો તોડી પાડવાની નોટીસ અપાતા ચકચાર મચી ગયેલ છે.
આ અંગે મનપાના સતાવાર સુત્રોમાંથી મળતી વિગત મુજબ કાલાવડ રોડ ઉપર પ્રાઈમ લોકેશન ઉપર તાલુકા પોલીસ સ્ટેશનની સામે આવેલ વર્ષો જૂની સીતારામ સોસાયટી આખે આખી તોડી પાડવા માટે ૫૬ મકાન ધારકોને નોટીસ આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ કાલાવડ રોડ ઉપર આવેલ સીતારામ સોસાયટીના ૫૬ મકાન ગેરકાયદેસર છે. તેમજ આ જમીન બીનખેતી ન થયેલ હોવા છતાં તેના પર પ્લાન કમ્પ્લીશન વગર વર્ષો પહેલા મકાનો બનાવી લેવામાં આવ્યા છે. કાલાવડ રોડ ધમધમતો થતાં આ મકાનોની જગ્યાએ રેસ્ટોરન્ટ, ગોરેજ સહિતના કોમર્શીયલ બાંધકામો ખડકાઈ જતાં આખી સોસાયટીના ૫૬ એકમોનું ડિમોલેશન જાતે કરવાની નોટીસ આપવામાં આવી છે.
કાલાવડ રોડ ઉપર અગાઉ સુચીત સોસાયટીઓ તેમજ સુચીત બાંધકામો થતાં હતાં. જેમાં અમુક બાંધકામોને નોટીસ અપાયા બાદ પણ આજે હેમખેમ છે પરંતુ રાજપથ પર વર્ષો પહેલા સીતારામ સોસાયટીના નામે ૧૦૦થી ૧૫૦ વારનું પ્લોટીંગ કરવામાં આવેલ અને તેના પર પ્લાન કમ્પ્લીશન વગર મકાનો બની ગયા હતાં. ત્યાર બાદ આ રહેણાકના મકાનને હેતુફેર કર્યા વગર કોમર્શીયલમાં રૂપાંતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મુખ્યમ ાર્ગો પર આવતા મોટા ભાગના મકાનોની જગ્યાએ ગેરેજ, તેમજ રેસ્ટોરન્ટ બની ગયા છે અને દરેક બાંધકામ ૧૦૦થી ૧૫૦ ચોરસ વાર જગ્યામાં હોવાનું ટીપી વિભાગના ધ્યાને આવતા આ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે ૨૬૦/૨ની નોટીસ આપવામાં આવી છે. અસરગ્રસ્તોએ જાતે બાંધકામ તોડવાનું રહેશે. છતાં કોઈ કાર્યવાહી નહી થાય તો મુદત પુર્ણ થયા બાદ મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરી તમામ બાંધકામો તોડી પાડી જગ્યા ખુલ્લી કરાવવામાં આવશે
(3:50 PM IST)










