News of Friday, 18th April 2025
ચુનારાવાડમાં વિજયએ ગાળો બોલવાની ના પાડતાં ઘુઘાએ છરીના ઘા ઝીંક્યા

રાજકોટ તા. ૧૮: ચુનારાવાડ-૩માં રહેતો અને ચાંદી કામની મજૂરી કરતો વિજય નરસીભાઇ વરાણીયા (ઉ.વ.૨૬) રાતે ઘર પાસે શેરી નં. ૩માં આટો મારવા નીકળ્યો ત્યારે ઘુઘા નામના શખ્સે તેને છરીથી હુમલો કરી પગ-સાથળમાં ઘા ઝીંકી દેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને કરી હતી. વિજયના કહેવા મુજબ મને ઘુઘાએ કારણ વગર ગાળો દેતાં તેને ગાળો બોલવાની ના પાડતાં વધુ ઉશ્કેરાઇ ગયો હતો અને છરી કાઢી તૂટી પડયો હતો.
(4:31 PM IST)










