News of Friday, 18th April 2025
મનપાએ ૯૩ અધિકારીઓની ટીમ બનાવીઃ ૧ર૪ બસો ઉપર રાખશે નજર
શહેરના સીટી-બીઆરટીએસ બસના અલગ-અલગ રૂટવાઇઝ દરરોજ રિપોર્ટ કરવા આદેશ બસની સ્પીડ, ટ્રાફીક સિગ્નલ ભંગ, રોંગસાઇડ ડ્રાઇવીંગ, પેસેન્જર સાથે ગેરવર્તન, રફ ડ્રાઇવીંગ સહિતના મુદ્દાઓ માટે ૧૮ ટીમ મોનીટરીંગ કરશે

રાજકોટ, તા. ૧૮: શહેરમાં બુધવારે ઈન્દિરા સર્કલ સીટીબસ દૂર્ઘટના બાદ મહાનગરપાલિકાએ આઉટ ર્સોસિંગથી ચાલતી તમામ સેવાઓ માટે નવા નિયમો બનાવી અમલવારી શરૂ કરાવી છે.
જેમાં સીટીબસની સ્પીડ બસસ્ટોપ, સિગ્નલ, રોંગ સાઈડ ડ્રાઈવીંગ, ટાઈમ ટેબલ સહિતનું રોજે રોજનું મોનીટરીંગ શરૂ કરાશે. અને હવે એક અધિકારીના બદલે અલગ અલગ રૂટ વાઈઝ ૧૨૪ બસની ૯૩ અધિકારીઓની ટીમ બનાવી વધારાની જવાબદારી સોંપી રોજે રોજનો સીટીબસનો રિપોર્ટ રજૂકરવાની સુચના આપવામાં આવી છે.
શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. દ્વારા કરવામાં આવી રહેલ છે. આ હેઠળ કુલ ૮૦ રૂૂટ પર ૧૦૦ સીએનજી તથા ૧૨૪ ઇલે. એમ કુલ ૨૨૪ બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે.
હાલ થયેલ દુર્ઘટનાને ધ્યાને લેતાં, અત્રેના ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જ્યાં શહેરમાં ઇનસ્ટોલ તમામ કેમેરાનું લાઇવ સ્ટ્રીમીંગ તેમજ મોનીટેરીંગ થાય છે ત્યાં અલગથી મેનપાવર રાખી શહેરમાં ચાલતી સીટી બસ સલામત રીતે વહન થાય તેનું મોનીટરીંગ કરવામાં આવશે.
સિટી બસ અને બસ સેવાના સંચાલનના સુદ્રઢ મોનિટરિંગ માટે ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પ્રતિ શિફટ બે વ્યક્તિ લેખે કૂલ ૪ કર્મચારી મુકવામાં આવશે. આ કર્મચારી દ્વારા બસના ઓવર સ્પીડ, મીસ-બસ સ્ટોપ, સીગ્નલ બ્રીચ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ તેમજ બસ તેના ટાઇમ ટેબલ પ્રમાણે ચાલે છે કે નહિ તેનું મોનીટરીંગ કરશે. જો કોઇ વાહન આ ઉપર જણાવેલ કોઇ નિયમ ઉલ્લંઘન કરતુ જણાય તો તાત્કાલિક બસ સંચાલક અને જનરલ મેનેજર (આર.આર.એલ.) ને જાણ કરશે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.આ બાબતે વધુમાં જણાવવાનું કે, નાગરિકોને સીટી બસ તેમજ ઇલેકટ્રીક બસ સેવા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ વાહન જોખમકારક રીતે કે અકસ્માત સર્જે તે રીતે ચાલતું જણાય અથવા નિયમભંગ કરતું જણાય તો કોલ સેન્ટર નંબર ૧૫૫૩૦૪ પર આ અંગેની ફરિયાદ નોંધાવી શકાશે. તેમજ આ બાબતે જાણકારી અંગેના સ્ટીકર તમામ બસમાં અંદર તેમજ બહારની તરફ લોકો વાંચી શકે તે રીતે લગાવવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.
સિટી બસ અને BRTS બસ સેવાનું કરાશે મોનિટરિંગ
ICCC બસના ઓવર સ્પીડ, મીસ-બસ સ્ટોપ, સીગ્નલ બ્રીચ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ તેમજ બસ તેના ટાઇમ ટેબલ પ્રમાણે ચાલે છે કે નહિ તેની ઉપર રાખશે નજર
રાજકોટઃ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. આ હેઠળ કુલ ૮૦ રૂટ પર ૧૦૦ ઘ્ફઞ્ તથા ૧૨૪ ઇલે. એમ કુલ ૨૨૪ બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે.
હાલ થયેલ દુર્ઘટનાને ધ્યાને લેતાં, અત્રેના ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) જ્યાં શહેરમાં ઇનસ્ટોલ તમામ કેમેરાનું લાઇવ સ્ટ્રીમીંગ તેમજ મોનીટેરીંગ થાય છે ત્યાં અલગથી મેનપાવર રાખી શહેરમાં ચાલતી સીટી બસ સલામત રીતે વહન થાય તેનું મોનીટરીંગ કરવામાં આવશે. સિટી બસ અને BRTS બસ સેવાના સંચાલનના સુદ્રઢ મોનિટરિંગ માટે ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે પ્રતિ શિફ્ટ બે વ્યક્તિ લેખે કૂલ ૪ કર્મચારી મુકવામાં આવશે. આ કર્મચારી દ્વારા બસના ઓવર સ્પીડ, મીસ-બસ સ્ટોપ, સીગ્નલ બ્રીચ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ તેમજ બસ તેના ટાઇમ ટેબલ પ્રમાણે ચાલે છે કે નહિ તેનું મોનીટરીંગ કરશે. જો કોઇ વાહન આ ઉપર જણાવેલ કોઇ નિયમ ઉલ્લંઘન કરતુ જણાય તો તાત્કાલિક બસ સંચાલક અને જનરલ મેનેજર (આર.આર.એલ.) ને જાણ કરશે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
સીટી-બીઆરટીએસ બસ તથા મનપાના તમામ વાહનોના
જોખમકારક ડ્રાઇવીંગની ફરીયાદ કરી શકાશે
રહી રહીને તંત્ર જાગ્યુ !
કોલ સેન્ટર નંબર ૧પપ૩૦૪ જાહેરઃ કડક કાર્યવાહી કરાશેઃ તમામ વાહનોમાં અંદર બહાર સ્ટીકર લગાડાશે
રાજકોટઃ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી.(SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. આ હેઠળ કુલ ૮૦ રૂટ પર ૧૦૦ CNG તથા ૧૨૪ ઇલેક્ટ્રિક એમ, કુલ-૨૨૪ બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે.આ બાબતે વધુમાં જણાવવાનું કે, નાગરિકોને સીટી બસ તેમજ BRTS બસ સેવા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ વાહન જોખમકારક રીતે કે અકસ્માત સર્જે તે રીતે ચાલતું જણાય અથવા નિયમભંગ કરતું જણાય તો કોલ સેન્ટર નંબર ૧૫૫૩૦૪ પર આ અંગેની ફરિયાદ નોંધાવી શકાશે. તેમજ આ બાબતે જાણકારી અંગેના સ્ટીકર તમામ બસમાં અંદર તેમજ બહારની તરફ લોકો વાંચી શકે તે રીતે લગાવવામાં આવશે.
ઈલે. બસ તથા ડ્રાઈવર્સના ફીટનેસ સટીફીકેટ રજુ કરોઃ વિશ્વમ સિટી બસ ઓપરેશન પ્રા.લી. નોટિસ ફટકારાઇ
રાજકોટઃ વિશ્વમ સિટી બસ ઓપરેશન પ્રા. લી. દ્વારા સીટી બસ ઓપરેશન અંતર્ગત સપ્લાય કરવામાં આવતી ઈલે. બસ દ્વારા ગત તા.૧૬/૦૪/૨૦૨૫ના રોજ રાજકોટ શહેરના ઈન્દીરા સર્કલ ખાતે થયેલ ગમખ્વાર અકસ્માતમાં કુલ ૪ નાગરિકોના અવસાન થયેલ તથા અન્ય ૪ (ચાર) નાગરિકો ગંભીર પ્રકારે ઈજાગ્રસ્ત થયેલ.
ઈન્દીરા સર્કલ ખાતે થયેલ અકસ્માતની ગંભીરતાને ધ્યાને લઈ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તથા શહેરના નાગરિકોની જાન-માલની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી સાવચેતીના પગલાના ભાગરૂપે તમોની હાલમાં કાર્યરત તમામ ઈલે. બસના ફીટનેસ સટીફીકેટ તથા તમોના હાલમાં કાર્યરત ડ્રાઈવરોના ફીઝીકલ ફીટનેસ સર્ટીફીકેટ દિવસ-૩ માં રજુ કરવા અંગે નોટિસ આપવામાં આવેલ.
(4:32 PM IST)










