<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

આર્ચી વૈષ્‍ણવે પ્રદુષિત-ખરાબ પાણીને ફિલ્‍ટર કરી

કેમ તેનો વપરાશ કરી શકાય તેનો પ્રોજેકટ રજૂ કર્યો, જો અમલવારી થાય તો ગ્રામ્‍ય વિસ્‍તાર માટે આર્શિવાદ સમાન CS STEM LAB ના વિદ્યાર્થીઓએ રાષ્‍ટ્રીય કક્ષાની રોબોટિક સ્‍પર્ધામાં રાજકોટનું પ્રતિનિધીત્‍વ કર્યુ : હવે આંતર રાષ્‍ટ્રીય કક્ષાએ ભાગ લેશે

રાજકોટ, તા, ૧૮: તાજેતરમાં દિલ્‍હી ખાતે Codevour રાષ્‍ટ્રીય કક્ષાની રોબોટિક સ્‍પર્ધાનું આયોજન કરાયું હતું.જેમાં આર્ચી વૈષ્‍ણવ, ત્‍ય૮. વરાન પરસાણા અને જહાન વિરડાએ રાષ્‍ટ્રીય કક્ષાએ રાજકોટનું પ્રતિનિધીત્‍વ આર્ચી ૧૮ ઓઝોન પ્‍યુરીફિકેશન પર આધારિત પ્રોજેકટ રજૂ કર્યો હતો અને ફેકટરી તેમજ પ્રદુષિત પાણીને કેમ ફિલ્‍ટર કરી તેનો વપરાશ કરી શકાય તેની વિસ્‍તળત છણાવટ કરી હતી. આમ આર્ચી વૈષ્‍ણવએ અમદાવાદ ખાતે રાજયકક્ષાએ પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે. તેમજ તેના આ પ્રોજેકટને રાષ્‍ટ્રીય કક્ષાએ દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત થયુ છે. જે રાજકોટ માટે ગૌરવની બાબત ગણાય.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં ખેતી એ મુખ્‍ય વ્‍યવસાય છે. ખાસ કરીને ઉનાળામાં પાણીની તંગીને કારણે આ સમયગાળામાં પાક નિષ્‍ફળ જાય છે અથવા તો લઈ શકાતો નથી. તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પાણીના ર્સ્‍ત્રોત ડુકી જાય છે. જેથી પીવાના પાણીની પણ અછત સર્જાઈ છે. ત્‍યારે જો આ પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવે તો ગ્રામ્‍ય કક્ષાએ ખેતી અને પીવાના પાણીની સમસ્‍યા મહદઅંશે હલ કરી શકાય. આ પ્રોજેકટને રાષ્‍ટ્રીય કક્ષાએ જ્‍યુરી મેમ્‍બરે વખાણ્‍યો હતો. જ્‍યારે વરાન પરસાણા અને જહાન વિરડાએ કાર્બન કેપ્‍ચર યુનિટનું વૈજ્ઞાનિક રીતે સમસ્‍યા કેમ ઉકેલી શકાય તેની છણાવટ કરતો પ્રોજેકટ મુકયો હતો. જેને વિશિષ્ટ સ્‍થાન મળ્‍યું છે.

આ બન્ને ટીમ રાષ્‍ટ્રીય કક્ષાએ ઉતિર્ણ થતા હવે તેઓ આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ આયોજિત સ્‍પર્ધામાં ભાગ લેવા જાશે. આ સ્‍પર્ધા દોહા અને કતાર ખાતે યોજાશે. વિદ્યાર્થીઓને રાષ્‍ટ્રીય કક્ષાએ પ્રતિનિધીત્‍વ માટે CS STEM LABના પ્રિતેશ રાણવાએ અને તેની ટીમે તાલીમ આપી હતી. આમ, રાજકોટના વિદ્યાર્થીઓ અને શિક્ષક પ્રિતેશ રાણવાએ રાજકોટનું ગૌરવ વધાર્યું છે.

(4:21 PM IST)