<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

રાજકોટના મહિલા ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા, તેના દીકરા, એક મહિલા સહિતની ટોળકીએ ગોંડલના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી ૭ લાખ માંગ્યા: ગોંડલ બી ડિવિઝન પોલીસે રમેશભાઈ અમરેલીયાની ફરિયાદ પરથી ગુનો નોંધતા ખળભળાટ : વૃદ્ધ રમેશભાઇ અમરેલીયા સામે પણ દૂષ્કર્મનો ગુનો દાખલ થયો

રાજકોટઃ શહેરના મહિલા અને તેના પુત્ર સહિતની ટોળકી સામે ની ટીમ નો ગુનો દાખલ થતો હતો પહોંચી ગયા છે ગોંડલના એક મહિલાએ પોતાના ફોન નંબર આપી ફોનમાં વાતો કરી બાદમાં વિડીયો કોલ વખતે પોતાનું ટીશર્ટ ઊંચું કરી છાતીનો થોડો ભાગ બતાવી પછી વૃદ્ધને તમે મારૂ દેણું ભરી દો નહિતર હું દવા પીને મરી જઈશ તેમ કહી બાદમાં રાજકોટના ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા, તેના દીકરા સહિતને સાથે રાખી લાખોની ખંડણી માંગતા ગોંડલ બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ભોગ બનેલા વૃદ્ધે જે વિગતો એફઆઈઆરમાં નોંધાવી છે તે આ મુજબ છે.મારૂ નામ રમેશભાઇ ત્રિકમભાઈ અમરેલીયા જાતે વાણંદ (ઉ.વ.૬૦ ધંધો નીવ્રુત રહે. ગોંડલ જેતપુર રોડ ગીતા નગર સોસાયટી) છે. હું ઉપર મારા પરીવાર સાથે રહુ છુ અને નીવ્રુત જીવન ગાળુ છુ મારે સંતાનમા એક દીકરો તથા એક દીકરી છે. મારા પત્ની નુ નામ રજંન છે તથા હું ધોરણ ૧૦ સુધી ભણેલ છુ. આજથી આશરે પંદરેક દિવસ પહેલા અમો અમારા ઘર પાસે બેઠેલ હોય ત્યારે રાતના આશરે દશેક વાગ્યે એક બહેન રીક્ષામા બેસી અમારી પાસે આવી અમોને એક ચીઠ્ઠી બતાવેલ જેમા કુંભારવાડા મામાદેવનુ મંદીર તેવુ સરનામુ લખેલ હોય તે સરનામા બાબતે અમોને પુછેલ જેથી અમે તેને આ ચીઠીમા લખેલ સરનામું બતાવેલ. બાદ આ અજાણી મહીલાએ અમોને પુછેલ કે મારે ત્યા જોવડાવવા જવુ છે જેથી મે કહેલ કે મને ખબર નથી તેમ વાત કરી મારી સાથે વાતચીત ચાલુ કરેલ. આ વાતચીત દરમ્યાન આ મહીલાએ પોતે કોળી જ્ઞાતીની હોવાનુ મને જણાવેલ. બાદ આ મહીલા રીક્ષામાં જતી રહેલ બાદ અડધી કલાક બાદ પાછી આવેલ અને મારી સાથે વાતચીત ચાલુ કરેલ અને વાતોવાતમા મારા નંબર લીધેલ બાદ બીજે દીવસે મને તેના મોબાઇલ ઉપરથી સવારે નવેક વાગ્યે ફોન આવેલ અને મને કહેલ કે કાલે રાત્રે હુ તમને મળેલ હતી અને મામાદેવનુ સરનામુ પુછેલ હતુ તે બોલુ છુ અને મને કહેલ કે મારો ઘરવાળો મરી ગયેલ છે મારા ઘર મા કઈ નથી મારૂ તમે કઇક જોજો. જેથી મે કહેલ કે હુ આવુ કાઇ જોતો નથી તેમ અમારી વચ્ચે વાતચીત થયેલ.

ત્યારબાદ આ મહીલાએ મને કહેલ કે તમે મને રાત્રે બારેક વાગ્યે ફોન કરજો મારે તમારુ ખાસ કામ છે બાદ રાતના નવેક વાગ્યે પાછો ફોન આવેલ અને મને કહેલ કે તમે મને રાતે બાર વાગ્યે ફોન કરજો તેમ કહી ફોન કાપી નાખેલ. બાદ મે રાતના બારેક વાગ્યે ઘણા ફોન કરેલ પરંતુ મારા ફોન ઉપાડેલ નહીં અને એકવાર ફોન ઉપાડી હું કામમા છુ પછી ફોન કરુ તેમ કહી ફોન કાપી નાખેલ બાદ મે તેમને વોઇસ મેસેજ પણ કરેલા પરંતુ કોઈ જવાબ આવેલા નહીં. બાદ બીજા દિવસે રાતના બારેક વાગ્યે મેં તેમને પાછો વિડીયો કોલ કરેલ તો મને વિડીયો કોલમાં કહેવા લાગેલ કે મારા ઘરમાં કાંઈ નથી તમે મારૂ દેણુ ભરી દયો નહીતર હું દવા પી જઈશ જેથી મેં તેમ ને આશ્વાશન આપેલ તો આ મહીલાએ મને કહેલ કે, તમે કહો તેમ હું કરવા તૈયાર છું. તમે મારુ દેણું ભરી દો. હું તમારી સાથે ગમે તે સબંધ બાંધવા તૈયાર છું, તેમ વાત કરતાં મેં આ મહીલા ને કહેલ કે દેખાડ, તો આ મહીલાએ પોતાનું ટી-શર્ટ ઊંચુ કરી પોતાની છાતી દેખાડેલ.

વૃદ્ધે આગળ જણાવ્યુ છે કે વાતચીત કરી કોલ કાપી નાખેલ બાદ બીજા દિવસે મેં વ્હોટસ એપ લમાં કોલ કર તાં મને કહેલ કે હું મંદીરે જાવ છુ તેમ કહી ફોન કાપી નાખેલ બાદ બીજા દિવસે પાછો મે આ મહીલાને વોટ્સેપ કોલ કરેલ તો મને કહેવા લાગેલ કે તમે કહેતા હતા ને કે તમારુ સારુ થઈ જશે અને તમે ઘરે આવીને પાટ માંડવાનું કહેતા હતા ને તેમ મારી સાથે આડા અવળી વાતો કરવા લાગેલ અને મને કહેલ કે તમે કહેતા હોય તો હું તમારી ઘરે આવું તેવી આડા અવળી વાતો થયેલ બાદ મેં આ મહીલાને ઘણા ફોન કરેલ પરંતુ મારા ફોન ઉપાડેલ નહીં. બાદ તા.૧૬/૦૪/૨૦૨૫ના રોજ રાત્રે આશરે સાડા આઠેક વાગ્યે મારા આ મોબાઈલ નંબર ઉપર મને ફોન આવેલ અને મને ફોનમાં કહેલ કે તમે રાજકોટ ઓફીસે આવો છોકરી નુંબેન બાબતે મારે તમને પ્રશ્ન પુછવા છે તેમ વાત થયેલ બાદ ગઇકાલે બપોરે દશેક વાગ્યે મને આ ઉપરોકત નંબર પઉપરથી ફોન આવેલ કે તમે કેમ ફોન ઉપાડતા નથી જેથી મે ફોન કાપી નાખેલ અને હું રાજકોટ મારા ભત્રીજા પ્રકાશ પાસે ગયેલ અને આ બધી વાત કરેલ અને પાછો ગોંડલ આવેલ.  હું ઘરે હતો ત્યારે બપોરના અઢી વાગ્યે મારા ઘરનો દરવાજો ખખડેલ તો મે દરવાજો ખોલતા જોયુ તો મારા ઘર બહાર બે છોકરા ઉભા હોય તેણે મને પુછેલ કે રમેશભાઇ કોણ જેથી મે કહેલ કે હું છુ જેથી આ છોકરાઓએ મને કહેલ કે તમે આવો તમારૂ કામ છે તેમ કહી મને આગળ ચોકમા લઇ ગયેલ અને આ લોકો એક કાળા કલરની વેરના ગાડી નંબર પ્લેટ વગરની લઈને આવેલ હોય તેમા પદમીનીબા વાળા તથા મારી સાથે વીડીયો કોલમા વાત કરતી મહીલા તથા એક અજાણ્યો છોકરો હતો.

આ બહાર ઉભેલ છોકરાઓએ કહેલ કે પદમીનીબાને વાત કરવી છે બેઠકની વ્યવસ્થા કરો તેમ વાત કરી આ બધા લોકો ધરાર અમારા ઘરમાં ઘુસી ગયેલ અને ઉપર રૂમમા બેસેલ ત્યારે મારા ઘરે મારી પત્ની તથા મારો દીકરો તથા મારી દીકરી  ઘરે હાજર હતા અને આ લોકોની હાજરીમા આ પદમીનીબા મારી ઉપર ખોટા આરોપ નાખવા લાગેલ કે તમારે આવડી દીકરી સાથે આવુ કેમ કરાય તેમ કહી આ પદમીનીબા જોર જોરથી રાડો નાખવા લાગેલ અને મને કહેવા લાગેલ કે તને રોડ વચ્ચે નાગો કરીને મારીસ અને કહેલ કે હર્ષ સંઘવીને કહીને બુલડોઝર ફેરવી તારૂ મકાન પાડી નાખીશ તેવી ઘમકીઓ આપવા લાગેલ આ દરમ્યાન મારા મીત્ર વનરાજભાઇને મે ફોન કરતા વનરાજભાઇ આવી ગયેલ અને આ લોકો અમારી સાથે વાતચીત કરતા હતા ત્યારે આ પદમીનીબાએ કહેલ કે તમે રાજકોટ આવો માફીનો વીડીયો બનાવી અને માફીપત્ર લખી લઇએ અને સેટલમેન્ટ કરી નાખીએ.

 દરમ્યાન મારી સાથે ફોનમા વાતચીત કરતી છોકરી નું તથા પદમીનીબાએ મને કહેલ કે તમે કાંઇક નીર્ણય કરો અને તમે અમારૂ સાત-આઠ લાખનુ દેણુ ભરો તેમ કહેલ અને આ બાદ છોકરી નુંએ પોતાના પર્સમાથી દવાની સીસી કાઢી હું દવા પી જઇશ તેમ કહી અમને ધમકાવવા લાગેલ અને તેની સાથે આવેલ આ પદમીનીબા તથા બીજા અજાણ્યા ત્રણ છોકરા જેમા આ પદમીનીબાનો દીકરો પણ હતો તે બધા પણ અમને ધમકાવવા લાગેલ જેથી અમે કહેલ કે તમે પોલીસમા કાયદેસર કરી નાખો તેમ વાતો થયેલ અને આ લોકોએ અમારી ઘરે ત્રણ કલાક માથાકુટ કરેલ અને અમને માફીનો વીડીયો બનાવવા દબાણ કરી માનસીક રીતે હેરાન કરેલ અને અમને રાજકોટ તેમની ઓફીસે આવવા દબાણ કરેલ.

જેથી હુ તથા મારો દીકરો આનંદ તથા મારા મીત્ર વનરાજભાઇ અમારી ગાડીમા તેમની બીકના કારણે રાજકોટ ગયેલ અને રાજકોટ પહોંચી મે મારા ભત્રીજા પ્રકાશને ફોન કરેલ અને આ લોકોની સાથે જવાને બદલે અમે અમારા ભત્રીજા પ્રકાશની ઓફીસે જતા રહેલ તો આ લોકોના ફોન ચાલુ થયેલ જેમા શ્યામ તથા પદમીનીબા વાળા ના સતત ફોન ચાલુ થયેલ અને અમને મવડી તેમની ઓફીસે આવવા દબાણ કરતા હતા અમે તેમની ઓફીસે જવાની ના પાડતા અમને લીગલ કરવાની ધમકી આપેલ અને કહેલ કે તમે ઓફીસે આવી જાવ હું તમારૂ સેટલમેન્ટ કરાવી દઇશ તેમ કહેતા હોય પરંતુ અમે તેની ઓફીસે ગયેલ નહી અને અમે સીધ્ધા ગોંડલ આવતા રહેલ. બાદ મારા દીકરાએ ટ્રુકોલરમા આ છોકરીના નંબર ચેક કરતા તેમા છોકરી નું છૈયા નામ બતાવતુ હતુ .આમ આ ટ્રુકોલરમા બતાવતા છોકરી નું છૈયા નામ વાળી છોકરી તથા પદમીનીબા વાળા તથા તેનો દીકરો તથા તેની સાથે બીજા બે અ જાણ્યો છોકરા જેમા એક શ્યામ તથા બીજો હીરેન નામનો છોકરો જે આ બધાએ સાથે મળી મારી પાસેથી પૈસા પડાવવા માટે મને ફોનમા તથા વીડીયો કોલમા આ છોકરી નું છૈયા નામની છોકરી મારફતે ફસાવી મારા ઘરમા આવી સમાધાન તથા માફીનો વીડીયો તથા માફીપત્ર લખાવવા માટે તથા સેટલમેન્ટ કરવા માટે રાજકોટ તેમની ઓફીસે આવવા દબાણ કરી મા રી પાસે મારા ઘરે રૂપીયા સાતથી આઠ લાખની માંગણી કરેલ હોઇ મારે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં વૃદ્ધે જણાવતા ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી છે.

દરમિયાન ફરીયાદી વૃદ્ધ સામે પણ દૂષ્કર્મ નોં ગૂનો અલગથી દાખલ કરવા માં આવ્યો છે.

 

(10:10 PM IST)