<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

‘એઆઈઆઈએલએસજી'દ્વારા મેળવેલ જ્ઞાન અને કૌશલ્‍યનો ઉપયોગ સમગ્ર સમાજની સેવા માટે કરજોઃ ડો.દર્શિતા શાહ

કોર્પોરેટ ડો.અલ્‍પેશ મોરજરીયા અને કોર્પોરેટર ડો.હાર્દિક ગોહિલ ઉપસ્‍થિત રહ્યાઃ સુપરવાઈઝર તરીકે નોકરી મેળવેલ વિદ્યાર્થીઓનું સન્‍માન કરાયું: રાસ-દુહા છંદની રમઝટ

રાજકોટઃ એઆઈઆઈએલએસજી રાજકોટ દ્વારા તાજેતરમાં સેનિટરી ઈન્‍સ્‍પેક્‍ટર કોર્સના વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાદીપ ૨૦૨૫' કોન્‍વોકેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ૧૯૨૬માં સ્‍થાપિત AIILSGનું રાજકોટ કેન્‍દ્ર, ૨૦૦૩થી સ્‍થાનિક સ્‍વશાસન અને સેનિટરી ઈન્‍સ્‍પેક્‍ટર કોર્સ માટે વિવિધ શૈક્ષણિક અને તાલીમ કાર્યક્રમો ચલાવે છે. તેમ સંસ્‍થાના રીજીયોનલ ડાયરેકટર ડો.ચંદન પી.કરકરેની યાદી જણાવે છે.

સંસ્‍થાના આસિસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટર શ્રીમતી સોનલ કરકરે દ્વારા  મહેમાનોનો સક્ષિપ્ત પરિચય અને સ્‍વાગત કરવામાં આવ્‍યું. મુખ્‍ય અતિથિ તરીકે ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્‍ય, વિધાનસભા ૬૯) ઉપસ્‍થિત રહ્યા. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાત્‍મક ઉદબોધન આપતાં જણાવેલ કે આપ સૌ SI કોર્સ દરમિયાન મેળવેલ જ્ઞાન અને કૌશલ્‍યનો ઉપયોગ કરીને માત્ર આપનું જ નહીં પરંતુ સમગ્ર સમાજનું જીવન સુધારશો. કોર્પોરેટર ડો.અલ્‍પેશ મોરજરીયા અને ડો. હાર્દિક ગોહિલ અતિથી વિશેષ તરીકે ઉપસ્‍થિત રહેલ. ડો. મોરજરીયાએ તમામ સફળ ઉમેદવારોને અભિનંદન પાઠવ્‍યા અને ડો. ગોહિલે જણાવ્‍યું કે, આ સંસ્‍થાના માર્ગદર્શન હેઠળ આજે આપ સૌએ સફળતા મેળવી છે, એ માટે સહુને અભિનંદન.

કાર્યક્રમમાં રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન માટે સુપરવાઇઝર (સેનેટરી ઈન્‍સ્‍પેક્‍ટર) તરીકે નોકરી પામેલા વિદ્યાર્થીઓનું સન્‍માન પણ કરવામાં આવ્‍યું. જુલાઈ અને જાન્‍યુઆરી ૨૦૨૫ બેચના સેનિટરી ઈન્‍સ્‍પેક્‍ટર વિદ્યાર્થીઓએ સાંસ્‍કળતિક કાર્યક્રમમાં ગરબા, નળત્‍ય, તલવાર રાસ, લાકડી રાસ અને દુહા-છંદની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમના અંતે ડો.કરકરેએ જણાવેલ કે સંસ્‍થાનું રાજકોટનું કેન્‍દ્ર સેનિટરી ઈન્‍સ્‍પેક્‍ટર માટે એક વર્ષીય ડિપ્‍લોમા કોર્સ ચલાવે છે, જે સ્‍થાનિક સ્‍વશાસન અને શહેરી સ્‍વચ્‍છતા ક્ષેત્રે કારકિર્દી માટે તૈયાર કરે છે. હાલ, જુલાઈ ૨૦૨૫ બેચમાં એડમિશન શરુ છે તથા વધુ માહિતી માટે મો.૭૭૭૭૯૪૯૭૨૩ ઉપર સંપર્ક કરી શકાય છે. ડો.વસાવડાએ  સહુનો આભાર વ્‍યક્‍ત કર્યો.  વિદ્યાર્થીએ આ પદવીદાનસમાંરભ દ્વારા ભવિષ્‍ય માટે પ્રેરણા મેળવી હોવાનું સંસ્‍થાની યાદી જણાવે છે.

(3:04 PM IST)