<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

રાજકોટ યાર્ડમાં વધુ દોઢ લાખ મણ ઘઉંની આવક

 

રાજકોટઃ રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ઘઉંની આવક શરૂ કરાતા વધુ દોઢ લાખ મણ ઘઉંની જંગી આવક થઇ હતી. ઘઉં ભરેલા ૧૦૦૦ થી વધુ વાહનોની યાર્ડ પાસે કતારો લાગતા યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વાઇસ ચેરમેન તથા યાર્ડના ડીરેકટરો અને સ્‍ટાફ દ્વારા ઉતરાઇની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. યાર્ડમાં ઘઉં લોકવન એક મણનો ભાવ ૪૮૦ થી પ૩૬ તથા ઘઉં ટુકડા એક મણનો ભાવ ૪૮ર થી ૬રપ રૂા.ના ભાવે સોદા પડયા હતા. તસ્‍વીરમાં યાર્ડમાં ઘઉંના ઢગલા દ્રશ્‍યમાન થાય છે.

(2:58 PM IST)