News of Monday, 21st April 2025
ખાદ્યતેલોના તૂટતા ભાવો : સીંગતેલમાં ર૦ અને કપાસીયા તેલમાં ૧૦ રૂા. ઘટયા
ચાલુ વર્ષની સીઝનમાં સીંગતેલના ભાવ સૌથી નીચા

રાજકોટ, તા., ૨૧ : ખાદ્યતેલોના ભાવો સતત તુટી રહયા છે. આજે સીંગતેલમાં વધુ ર૦ અને કપાસીયા તેલમાં ૧૦ રૂપીયાનો ઘટાડો થયો હતો.
સ્થાનીક બજારમાં લેવાલીના અભાવે આજે સીંગતેલમાં વધુ ર૦ રૂા. તૂટયા હતા. સીંગતેલ લુઝના ભાવ ૧૩૧૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧ર૯૦ રૂા. બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૩૧૦ થી ર૩૬૦ રૂા. હતા તે ઘટીને રર૯૦ થી ર૩૪૦ રૂા. થયા હતા. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧૦ રૂપીયાનો ઘટાડો થતા કપાસીયા ટીનના ભાવ રર૧૫ થી રર૬પ રૂા. હતા તે ઘટીને રર૦પ થી રરપપ રૂા. થયા હતા.
સતત મંદીના પગલે સીંગતેલના ભાવો તળીયે પહોંચી ગયા છે. ચાલુ સીઝનમાં સીંગતેલના ભાવો સૌથી નીચા હોવાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું. (૪.૩૧)
(3:00 PM IST)










