News of Monday, 21st April 2025
વિંછીયાના કાંસકોલીયા ગામના ખેડૂતોની વાડીમાં પવનચક્કી દ્વારા મંજૂરી વગર વિજપોલ અંગે ફરીયાદ
કલેકટરને આવેદન પાઠવતુ ખેડૂત સેવા સંગઠનઃ ગ્રામજનો દોડી આવ્યા

રાજકોટ તા.૨૧: ખેડુત સેવા સંગઠન રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવી વિંછીયાના કાંસકોલીયા ગામના ખેડૂતોની વાડીમાં વિન્ડીફાર્મ (પવનચક્કી) કંપની દ્વારા ખેડુતોની મંજુરી વગર વિજપોલ, વિજતાર, પવનચક્કી ઉભા કરવા અંગે રજુઆતો કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, વિંછીયા તાલુકાના કાસકોલીયા ગામની અંદર ખેતીવાડીની જમીનની અંદર ખેડૂત ખાતેદાર જેસાભાઈ સવાભાઈ બારૈયાની વાડીમાં કંપની દ્વારા વિન્ડફાર્મ(પવનચકકી) અને વિજપોલ, વિજતાર, નાખવાનું કામ ચાલુ છે અને તે કામ ખેડૂતોની પુર્વ મંજુરી, કે પછી કોચ બહેધરી વિના આયાના કંપની દ્વારા વિન્ડફાર્મ પવનચકકી અને વિજપોલ અને તાર નાખવામાં આવે છે જે કંપની દ્રારા ખેડૂત પરિવાર વિજતાર બાંધતા રોકવાની કોશીશ કરી ત્યારે કંપનીના કર્મચારીઓએ ખેડૂત પરીવાર સાથે માથાકૂટ તો એક બાજુ એવા કાયદા નિયમો છે કે ખેડૂતોની મંજુરી કે બાંહેધરી વિના કોય ખેડૂતોની વાડીમાં વિજપોલ, કે વિજતાર, પવનચકકી કે પાઈપલાઈન નાખી શકે નહી પર આ કંપનીના કર્મચારીઓ દ્વારા ખેડૂતોને ડરાવી ધમકાવી, માર મારી ખેડૂતોની વાડીમાં વિજતાર, વિજપોલ, અને વિન્ડફાર્મ(પવનચકકી) નાખવામાં આવે છે. તો ખેડૂત સેવા સંગઠન-ગુજરાતની એકજ માંગ છે કે આવી કોઈપણ કંપની દ્વારા ખેડૂતોની મંજુરી વગર ખેડૂતોની વાડીમાં ખેડૂતોને નુકશાન જાય એવુ કામ જેવા કે વિન્ડફાર્મ, (પવનચકકી)વિજપોલ, વિજતાર, વગેરે બળજબરીથી ન નાખવામાં આવે એવી અમારી માંગ છે
(3:15 PM IST)










