News of Monday, 21st April 2025
મામા સાહેબની જગ્યાએ સ્થિત શ્રી માલણ માતાજીના મંદિરને ર૦ વર્ષ પૂર્ણઃ મંગળ-બુધ મુર્તિની પ્રાણપ્રતિષ્ઠાઃ મહાયજ્ઞ
સ્વ.કેશુભાઇ રાઠોડ નિજ મંદિરના સ્વપ્નદ્રષ્ટા હતાં: કાલે મંગળવારે ફુલેકુ નિકળશે

રાજકોટઃ અહીં રૈયા રોડ ઉપર બાપાસીતારામ ચોકથી રૈયા ગામ તરફ જવાના રસ્તે મામા સાહેબની જગ્યામાં સ્થિત શ્રી જગત જનની માલણ માતાજીના મંદીરને ર૦ વર્ષ પુર્ણ થયા હોય અને શ્રી માલણ માતાજીના ધામનું પુનઃ નિર્માણ કરેલ હોય માતાજીની મુર્તી પ્રતિષ્ઠા તેમજ મહાયજ્ઞ એમ બે દિવસ ધર્મોત્સવ યોજાએલ છે.
કાર્યક્રમની વિગત જોઇએ તો કાલે તા.રરના મંગળવારે બપોરે ૩ કલાકે હેમાદ્રી (શુધ્ધીકરણ), સાંજે પ કલાકે નગરયાત્રા, (ફુલેકુ) નિકળશે. સાંજે ૬:૩૦ ધાન્યાધિવાસ વિધી, ૭ કલાકે સંધ્યાપુજા થશે. તા.ર૩ બુધવારે સવારે ૬ વાગ્યે મહાયજ્ઞનો પ્રારંભ થશે. ૮:૩૦ વાગ્યે સામૈયા અને જળયાત્રા નીકળશે. ૯:૩૦ વાગ્યે રાજોપચાર પુજન, ૧રઃ૩૦ કલાકે માતાજીની મુર્તી પ્રતીષ્ઠા થશે. ૧:૩૦ વાગે બીડુ હોમાશે. મહાઆરતી થશે બાદ મહાપ્રસાદનો પ્રારંભ થશે.
યજ્ઞના આચાર્ય પદે શાષાી શ્રી જગદીશ મહારાજ, પ્રાણપ્રતીષ્ઠાના કર્મના આચાર્ય શાષાી કાર્તીકભાઇ ઠાકર રહેશે. મહંતશ્રી સર્વેશ્વર દાસ કાઠીયા બાપુ (ધોકડવાવાળા), ભુવા રાજુભાઇ રાઠોડ સેવા આપશે.
ભીલ જ્ઞાતીના ભાઇ બહેનોને દર્શન આરતીનો લાભ લેવા સર્વશ્રી વિમલભાઇ રાઠોડ (મો.૯૬ર૪૪ ૩૭૪૭૪), રાજેશભાઇ રાઠોડ, રાજુભાઇ લીડીયા, હર્ષદભાઇ રાઠોડ, જીતેન્દ્રભાઇ રાણા, વિષ્ણુભાઇ લીડીયા, ધાર્મીકભાઇ રાઠોડ, વિજયભાઇ વાગડીયા, દીનેશભાઇ રાઠોડ, વીશાલભાઇ રાઠોડ, મો.૯૮ર૪૧ ૩૩૧૧૩), હીરેનભાઇ રાઠોડ, રોહીતભાઇ રાઠોડ અને મનોજભાઇ રાઠોડ દ્વારા અનુરોધ કરાયો છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(3:38 PM IST)










