News of Monday, 21st April 2025
યુનિ. રોડ પર પાર્કિંગમાં લારી-ગલ્લાના દબાણોઃ ત્રાહિમામ
સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટના એસોસીએશનની મેયરને ઉગ્ર રજૂઆત

રાજકોટ તા. ૨૧: યુનિવર્સિટી રોડ ઉપર સીટીબસ અકસ્માત બાદ રોડ ઉપરના દબાણો મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં આજે સત્યમ શિવમ સુંદરમના એપાર્ટમેન્ટના રહેવાસીઓ એપાર્ટમેન્ટ આગળ થયેલા ખાણી-પીણીના દબાણો દૂર કરવા મેયરને રજૂઆત કરી હતી. આ સાથે રહેવાસીઓએ જણાવ્યું હતું કે, એપાર્ટમેન્ટની આગળના ભાગમાંથી એપાર્ટમેન્ટમાં આવવામાં આવવા માટેનો રસ્તો / જાળી છે. એવી લારી ગલ્લાના કારણે અવરજવરમાં ખૂબજ અસહ્ય તકલીફ પડે છે. તમામ કોમન જગ્યામાં દબાણ કરી સતત માનસીક ત્રાસ આપી રહેલ છે. જે તુરંત દબાણ દુર કરવું જોઈએ.
આમ, આ લોકોની અસહ્ય ભીડને લઈને અમારા એપાર્ટમેન્ટની આગળના ભાગમાં જ સીટી બસનું સ્ટેન્ડ આવેલ છે. જે ઉપરસ્ત્રીઓ / મહિલાઓ ઉભા રહી શકતા નથી, તેમજ સીટી બસને પણ રોડની મધ્યમાં ઉભી રહેતી હોય વારંવાર જાન લેવા અકસ્માતોના બનાવો પણ બને છે. એપાર્ટમેન્ટ ‘સત્યમ શિવમ સુંદરમ' એપાર્ટમેન્ટની આગળના ભાગમાં આવેલી જાળી / એન્ટ્રી, આગળ દબાણ તુરંત અસરથી અને આ દબાણ કાયમી ધોરણે દૂર કરવા લતાવાસીઓએ માંગ કરી છે.(૬.૧૪)
(3:40 PM IST)










