News of Monday, 21st April 2025
કેન્દ્ર સરકારની ૧૧ યોજનાની રાજકોટ જીલ્લામાં ૧૦૦ ટકા કામગીરીઃ કલેકટરને વડાપ્રધાનના હસ્તે એવોર્ડ અર્પણ
રાજકોટના રાજસમઢીયાળા - ભાડવા અને અનીડાભાલોડી ગામોનો વહીવટી સુધારણા બુકમાં સમાવેશ કરાયો ગુજરાતમાં રાજકોટ નંબર વનઃ આખા દેશમાં માત્ર પાંચ જીલ્લા લેવાયા એમાં રાજકોટનો સમાવેશ

રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ કેન્દ્રની ૧૧ યોજનાની ૧૦૦ ટકા કામગીરી સફળતાપૂર્વક પારપાડી તે સંદર્ભે વડાપ્રધાનના હસ્તે તેમને પીએમ એવોર્ડ આજે દિલ્હી ખાતે એનાયત કરાયો તે નજરે પડે છે.
રાજકોટ તા.૨૧: કેન્દ્ર સરકારની દરેક ઘરે પાણી સહિત કુલ ૧૧ યોજનાનો રાજકોટમાં ૧૦૦ ટકા કામગીરી થતા રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષી અને જીલ્લાને સમગ્રી રાજયમાં નંબર વન કામગીરી અર્થે પીએમ એવોર્ડ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે દિલ્હી ખાતે અપાયો.કલેકટર અને તેમની ટીમ ઉપર ચોમેરથી અભિનંદનનો વરસાદ વરસ્યો હતો. આ સામે પંચાયત, મહેસૂલ, તથા અન્ય ડીપાર્ટમેન્ટના હાઇલેવલ સચિવો-અધીકારીઓ તથા મંત્રીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહયા હતા.
રાજકોટ તાલુકાના રાજ સમઢીયાળા, ગોંડલના અનીડાભાલોડી અને ક્રોટડાસાંગાણીના ભાડવા ગામના લોકોને ઘર બેઠા જ પાણી મળી રહ્યું છે. કેન્દ્ર સરકારની આવી ૧૧ યોજનાની ૧૦૦ ટકા કામગીરીને કારણે આ PM એવોર્ડ માટે પસંદગી થતા દિલ્હીમાં રાજકોટ કલેક્ટરને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
હોલિસ્ટીક ડેવલોપમેન્ટ ઓફ ડિસ્ટ્રીક અંતર્ગત દેશના પાંચ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. તેમાં ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર રાજકોટ જિલ્લાનો સમાવેશ થયો છે. ેરાજકોટ જિલ્લાના ત્રણ ગામમાં કેન્દ્ર સરકારની હર ઘર જલ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ-શહેર, મિશન
ઈન્દ્રધનુષ, પી.એમ.સ્વનિધી પ્રભાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કિશાન ક્રેડિટકાર્ડ, પી.એમ. વિશ્વકર્મા, સક્ષમ આંગણવાડી અનેડ પોષણ-૨.૦, પી.એમ.સૂર્યઘર મફત વીજળી યોજનાનો સમાવેશ થાય છે. યોજનામાં કેવી રીતે લોકોએ લાભ લીધો છે તેની માહિતી લેવા માટે ગત મહિને કેન્દ્ર સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના બે અધિકારીઓએ મુલાકાત લઈ માહિતી એકત્ર કરી હતી. રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીના કારણે ગામડામાં સરકારની યોજનાઓની અસરકારક અમલવારી થતા આજે વડાપ્રધાને વહીવટી સુધારણા નામની એક બુક લોન્ચ કરી હતી. આ બુકમાં રાજકોટ જિલ્લાના ત્રણ ગામાનો સમાવેશ કરવામાં નાવ્યો છે. અને ટીમ રાજકોટની કામગીરીના ભાગરૂપે રાજકોટ કલેક્ટરને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
(4:02 PM IST)










