<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

ક્રાઇમ બ્રાંચે ધવલ સોજીત્રાને ૯૪ હજારના દારૂ સાથે પકડયો

કુવાડવા રોડ સચ્‍ચા સોૈદા સામેની શેરીમાં ગોડાઉનમાં દરોડો મુંબઇ, રાજસ્‍થાનથી દારૂની બોટલોના પાર્સલો મંગાવ્‍યા હતાં: દિલીપભાઇ, દિપકભાઇ, વિશાલભાઇની બાતમીથી કાર્યવાહી

રાજકોટ તા. ૨૧: શહેરના કુવાડવા રોડ પર સચ્‍ચા સોૈદા પંજાબી ઢાબા હોટેલની સામેની શેરીમાં રાજારામ ઇન્‍ડસ્‍ટ્રીયલ પાર્કના પ્‍લોટ ખાતે આવેલા ગોડાઉનમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ધવલ મનસુખભાઇ સોજીત્રા (ઉ.વ.૩૫-રહે. આર્યનગર-૧૩, પેડક રોડ)ને રૂા. ૯૪ હજારના વિદેશી દારૂ સાથે ઝડપી લેવાયો છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. દિલીપભાઇ બોરીચા, દિપકભાઇ ચોૈહાણ, કોન્‍સ. વિશાલભાઇ દવેને મળેલી બાતમી પરથી ગોડાઉનમાં દરોડો પાડી ધવલને ઝડપી લેવાયો હતો. તેની પાસેના પાર્સલોમાંથી મેકડોવેલ્‍સ નંબર વનની બે લીટરની રૂા. ૪૮૦૦૦ની ૩૦ બોટલો, રોયલ સ્‍ટેગની બે લિટરની ૧૩૮૦૦ની ૬ બોટલો તથા રોયલ ચેલેન્‍જર વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના રૂા. ૩૨૬૪૦ના ૧૯૨ ચપલા મળી આવતાં તે તથા રૂા. ૧૧૦૦ રોકડા મળી ૯૫૫૪૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

ધવલ અગાઉ પણ ડીસીબીમાં ત્રણ વખત, આજીડેમમાં એક વખત દારૂના ગુનામાં પકડાયો હતો અને ૨૦૨૧માં પાસામાં પણ જઇ આવ્‍યો છે. તેણે રાજસ્‍થાન, મુંબઇથી પાર્સલ મારફત આ દારૂ મંગાવ્‍યો હતો. ગોડાઉનમાંથી કટીંગ કરી ગ્રાહકો સુધી પહોંચાડે એ પહેલા પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અશોકભાઇ કલાલ, હેડકોન્‍સ. અમીતભાઇ અગ્રાવત, દિપકભાઇ ચોૈહાણ, દિલીપભાઇ બોરીચા, સંજયભાઇ રૂપાપરા, મયુરભાઇ મિયાત્રા, રાજેશભાઇ જળુ, જનકભાઇ કુગશીયા, કોન્‍સ. પ્રદિપસિંહ જાડેજા, વિશાલભાઇ દવે, જયરાજભાઇ કોટીલાએ આ કામગીરી કરી હતી.

(4:07 PM IST)