News of Monday, 21st April 2025
મ્યુ. કમિશનર તુષાર સુમેરા બર્લીનના પ્રવાસેઃ અર્બન સેમિનારમાં ભાગ લેશે
ભારતના ૧૦ પૈકી ગુજરાતના સુરત અને રાજકોટના કમિશનરની પસંદગી : સેમીનાર ૧૦ દિ' ચાલશે

રાજકોટ, તા., ૨૧ : અર્બન મોબીલીટી અંતર્ગત અલગ અલગ દેશમાં દર વર્ષે સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમા અલગ અલગ દેશોમાંથી અલગ અલગ દેશોના શહેરોમાંથી મ્યુનિસિપલ કમિશનર સહિતનાને આમંત્રિત કરવામાં આવે છે. જેમાં આ વખતે ભારતના ૧૦ શહેરોના મ્યુનિસિપલ કમિશનરોને આમંત્રણ પાઠવાયું છે. જે પૈકી ગુજરાતના સુરત અને રાજકોટ શહેરના કમિશનરને આમંત્રણ પાઠવતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા યુરોપમાં બર્લિન શહેરમાં યોજાયેલ અર્બન સેમિનારમાં ભાગ લેવા માટે રવાના થયા છે.
અર્બન મોબીલીટી અંતર્ગત વિヘના તમામ દેશો દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે યોજાતા સંમેલનમાં ભાગ લેવા માટે અલગ અલગ શહેરમાં મ્યુનિસિપલ કમિશનરોને આમંત્રણ આપવામાં આવતું હોય છે. જેમાં આ વખતે યુરોપના બર્લિન શહેરમાં અર્બન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના ૧૦ શહેરોના કમિશનરોને આમંત્રણ પાઠવેલ છે. જે પૈકી ગુજરાતના બે શહેરો સુરત અને રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને આમંત્રણ પાઠવેલ હોય સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ અને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ગઈકાલે સંમેલનમાં ઉપસ્થિત રહેવા રવાના થયા છે. આ સંમેલન ૧૦ દિવસ ચાલશે તેમ કમિશનર વિભાગમાંથી
(4:33 PM IST)










