<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

વારસો એક અદ્‌ભુત શબ્‍દ છે જે ભૂતકાળમાંથી પ્રાપ્ત થાય છે,

વર્તમાનમાં જીવાય છે અને ભાવી પેઢીઓને અપાય છેઃ મહિમા ચંપાવત રાજકોટના દરબારગઢ ખાતે ‘વિશ્વ વારસા દિવસ'ની ભવ્‍ય ઉજવણી સંપન્ન થઈ

રાજકોટઃ ‘‘વિશ્વ વારસો દિવસ'' ની ઉજવણી અંતર્ગત રાજકુમાર કોલેજના વિધાર્થીઓને રાજકોટ દરબાર ગઢ સ્‍થિત મ્‍યુઝિયમ ખાતે આવકારતાં મ્‍યુઝિયમ કયુરેટર અને વિઝ્‍યુઅલ પ્રોજેક્‍ટ કોઓર્ડિનેટર સુશ્રી મહિમા ચંપાવતે  જણાવ્‍યું હતું કે, ‘‘વિશ્વ વારસો દિવસ'' એ સમગ્ર માનવજાતને સાંસ્‍કળતિક સ્‍મારકો અને વારસા સ્‍થળોનું રક્ષણ કરવાની જરૂરિયાતની વૈશ્વિક યાદ અપાવે છે એટલું જ નહીં પરંતુ વિશ્વભરના સમુદાયોને માનવતાની મૂલ્‍યવાન વ્‍યાખ્‍યાયિત કરતી વિવિધ ઓળખ, વાર્તાઓ ઉપરાંત અભિવ્‍યક્‍તિઓની કદર કરવા અને તેનું રક્ષણ કરવા માટેની પ્રેરણા પણ પુરી પાડે છે. રાજકુમાર કોલેજના સુશ્રી અંજુ સિંહ અને શ્રી બાસુજીતજીના નેતળત્‍વ તળે  વિદ્યાર્થીઆને  વિવિધ ગેલેરીઓ અને મહેલ કેમ્‍પસમાં એક કયુરેટેડ વોક દરમિયાન સાંસ્‍કળતિક વારસાને જાળવવામાં, તેનું પુનઃસ્‍થાપન કરવામાં સંરક્ષણ અને સંગ્રહાલય ડિઝાઇનની મહત્‍વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્‍યો હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ રાજ્‍યના પ્રજાવત્‍સલ શાસકનું ઐતિહાસિક રાજવંશીય નિવાસસ્‍થાન દરબારગઢ પેલેસ એક ઉત્તમ કક્ષાના પરિવર્તનશીલ પુનરુત્‍થાનમાંથી પસાર થઈ રહ્યું છે અને આગામી ટૂંક સમયમાં જાહેર સંગ્રહાલય તરીકે તેનાં ભવ્‍ય દ્વાર ખોલવાની પૂર્વતૈયારી કરી રહ્યું છે. રાજકોટ ઠાકોર સાહેબ શ્રી મંધાતાસિંહજી જાડેજા, યુવરાજ સાહેબ શ્રી જયદીપસિંહજી જાડેજા અને રાજવી પરિવારના સભ્‍યોના સીધા નેતળત્‍વ હેઠળ મ્‍યુઝિયમ ડિઝાઇનર અને દિલ્‍હી સ્‍થિત વિશ્વ વિખ્‍યાત સંસ્‍થા ‘દ્રોણા'ના સ્‍થાપક સુશ્રી શિખા જૈન,  આર્કિટેક્‍ટ્‍સ શ્રી આશિષજી અને શ્રીમતી પૂનમ ત્રામાવડિયા, સ્‍મારક ઇમારતોનાં વ્‍યવસ્‍થાપન, સંરક્ષણ અને બાંધકામ નિષ્‍ણાંત શ્રી પ્રદિત્‍યસિંહજી વાલા, સ્‍ટ્રક્‍ચરલ કન્‍સલ્‍ટન્‍ટ્‍સ શ્રી ચેતન રાયકર, શ્રી સ્‍વાનંદ રાયકર, શ્રી સુનિલ ગાંધી, મ્‍યુઝિયમ કયુરેટર અને વિઝ્‍યુઅલ પ્રોજેક્‍ટ કોઓર્ડિનેટર સુશ્રી મહિમા ચંપાવત અને મુખ્‍ય કલા સંરક્ષક શ્રી મણિકંદનની ટીમ  કાર્યરત  હોવાનું યાદીમાં જણાવાયું છે.

(4:25 PM IST)