<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

રાહુલની વધતી લોકપ્રિયતાથી મોદી સરકાર ડરી ગઇઃ અનુમા આચાર્ય

કોંગ્રેસના રાષ્‍ટ્રીય પ્રવકતા ‘અકિલા' ની મુલાકાતે

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે અનુમા આચાર્ય તથા અગ્રણીઓ નિદિત બારોટ, સંજય લાખાણી, હેમલ પેસીવાડીયા, જીજ્ઞેશ વાગડિયા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ર૧: કોંગ્રેસના રાષ્‍ટ્રીય પ્રવકતા અનુમા આચાર્ય આજે ‘અકિલા' ની મુલાકાતે આવ્‍યા હતા. તેઓએ જણાવ્‍યું હતું કે, રાહુલ ગાંધીની વધતી લોકપ્રિયતાથી ડરીને મોદી સરકારે નેશનલ હેરાલ્‍ડ કેસ આદર્યો છે. આ કેસમાં કોઇ કૌભાંડ થયું નથી.

EDએ સોનિયા અને રાહુલ ગાંધી સામે દાખલ કરેલી ચાર્જશીટ રાજકીય કાવતરુંઁ કોંગ્રેસના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા કમાન્‍ડર અનુમા આચાર્યએ જણાવ્‍યું હતું કે, નેશનલ હેરાલ્‍ડ મુદ્દો ભાજપ દ્વારા ધ્‍યાન ભટકાવવાનો, ગેરમાર્ગે દોરવાનો અને તથ્‍યોને વિકળત કરવાનો પ્રયાસ છે. દેશ સામેના મહત્‍વના મુદ્દાઓ પરથી લોકોનું ધ્‍યાન હટાવવા માટે ભાજપ કામ કરી રહી છે. તાજેતરમાં કોંગ્રેસ પક્ષના ઐતિહાસિક ગુજરાત અધિવેશનથી ડરી સત્તા લાલચુ ભાજપ દ્વારા ફરીથી એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED) તેમના મનપસંદ ગુનાહિત રિકવરી મશીન કોંગ્રેસ પાર્ટી પર ઉતારી છે. એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ દ્વારા કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ વિરૂદ્ધ દાખલ કરાયેલ કહેવાતી ચાર્જશીટ. સોનિયા ગાંધી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામેનું રાજકીય કાવતરું છે.

પહેલીવાર એવા કેસમાં મની લોન્‍ડરિંગના આરોપો લગાવવામાં આવી રહ્યા છે જેમાં એક પણ પૈસા કે સંપત્તિ ટ્રાન્‍સફર કરવામાં આવી નથી. બેલેન્‍સ શીટને દેવું મુક્‍ત બનાવવા માટે દેવું ઇક્‍વિટીમાં રૂપાંતરિત થાય છે. આ એક સામાન્‍ય પ્રથા છે અને સંપૂર્ણપણે કાનૂની છે. જ્‍યારે પૈસા નથી તો લોન્‍ડરિંગ કયાં છે તે મોટો સવાલ છે. આ એક કાવતરું રાજકીય ષડયંત્ર છે. મોદી સરકારે EDને પોતાનો ચૂંટણી વિભાગ બનાવ્‍યો છે અને તે બદલો લેવા માટે બેશરમપણે અને વારંવાર તેનો દુરુપયોગ કરી રહી છે. ED કેસમાં દોષિત ઠેરવવાનો દર માત્ર ૧્રુ છે. અને ED દ્વારા નોંધાયેલા રાજકીય કેસોમાંથી ૯૮ ટકા શાસક પક્ષના રાજકીય હરીફો સામે છે.

ભાજપ સરકાર કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ કરે છેઁ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના પરિવારો વિરુદ્ધ બનાવટી કેસોમાં આચરવામાં આવી રહેલું ષડયંત્ર સરકારી તંત્રના દુરુપયોગથી ઓછું નથી. નકલી અને ખોટા કેસો દ્વારા નેતળત્‍વ અને તેમના પરિવારોને નિશાન બનાવીને ભાજપ સરકાર કોંગ્રેસ પાર્ટીને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.  મુલાકાત પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓ નિદત્ત બારોટ, સંજયભાઇ લાખાણી, હેમલ પેસીવાડિયા, જીજ્ઞેશ વાગડિયા ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:20 PM IST)