News of Monday, 21st April 2025
કોર્ટના હુકમની અવગણના કરવા અંગે પ્ર.નગર પી. આઇ ઉપર કન્ટેમની નોટીસ

રાજકોટ, તા. ર૧ : સમન્સ બજવણીના મામલે રાજકોટની સેસન્સ કોર્ટના અધિક સેસન્સ જજ પી.આઇ. વસાવા ઉપર કોર્ટ કેન્ટેમની નોટીસ ઇસ્યુ કર્યાનું જાણવા મળે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, એક કેસના મામલે પક્ષકારને સમન્સની બજવણી કરવા કોર્ટે પ્ર.નગર પોલીસને સમન્સ બજાવણી અર્થે મોકલ્યું હતું પરંતુ સમન્સ બજવણી થતી ન હોય જજશ્રી તમાકુવાલાએ આખરે પ્ર.નગરના પી.આઇ. વસાવાએ સમન્સની બજવણી કરવી તેવો આદેશ કરતા પી.આઇ.એ. પોતે થોડા સમન્ય બજાવવા જાત તે અંગે કોર્ટના હુકમની અવહેલના કર્યાનું કોર્ટને જણાતા કોર્ટે પી.આઇ. વસાવાએ કોર્ટના હુકમનું પાલન કરેલ ન હોય કોર્ટના હુકમની અવગણના કરવા અંગે કન્ટેમ ઓફ કોર્ટની નોટીસ ઇસ્યુ કર્યાનું જાણવા મળે છે
(4:30 PM IST)










