તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
શાસ્ત્રી મેદાનમાંથી ૨.૪૦ લાખના ગાંજા સાથે કાર્તિક ઉર્ફે ભોલો અને જીવાને એસઓજીએ પકડ્યા: પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ ધસુરાની ટીમની કાર્યવાહી: દિગ્વિજયસિંહ અને હાર્દિકસિંહની બાતમી

રાજકોટ: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કરી બે શખ્સને ઝડપી લીધા છે. શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા "SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના મળી હોઇ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. દિગ્વિજયસિંહ ગોહીલ તથા કોન્સ. હાર્દિકસિંહ પરમારની સંયુકત બાતમી આધારે શાસ્ત્રીમેદાનના ગેઇટની અંદર જમણી બાજુએથી કાર્તિક ઉર્ફે ભોલો કાનજીભાઇ ગોહેલ ઉ.વ.૩૩ રહે- આર.એમ.સી. ક્વાર્ટર નં.૧૪૬૮ ગોવિંદ રત્ન બંગલો સામે નાના મવા રોડ રાજકોટ.તથા જીવા હાથીયાભાઇ ચુડાસમા ઉ.વ.૪૨ રહે- કોઠારીયા રેલ્વે સ્ટેશનની સામે ૨૫ વારીયા ક્વાર્ટર નં.૯૭ સોલવન્ટ રાજકોટને રૂ.૨,૪૦,૭૮૦ના ૨૪.૦૬૯ કિલો ગ્રામ ગાંજા સાથે પકડી લીધા છે.
બને પાસેથી ગાંજો ઉપરાંત જીજે-૦૩-કે.એફ.-૨૨૭૪નું હોન્ડા અને બે મોબાઇલ ફોન પણ કબ્જે લેવાયા છે. કાર્તિક ઉર્ફે ભોલો કાનજીભાઈ ગોહેલને અગાઉ ડીસીબીએ દારૂના ગુનામાં પકડ્યો હતો.
શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બી. બસીયાની સૂચના અંતર્ગત આ કામગીરી પો.ઈન્સ. એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ. એસ.બી.ધાસુરા તથા પો.હેડ.કોન્સ. ઈન્દ્રસિંહ જાડેજા તથા મૌલિકભાઇ સાવલીયા તથા દિગ્વિજયસિંહ ગોહીલ તથા ફિરોજભાઈ રાઠોડ તથા અરૂણભાઇ બાંભણીયા તથા પો.કોન્સ. હાર્દીકસિંહ પરમાર તથા યોગેન્દ્રસિંહ ઝાલા તથા હરદેવસિંહ વાળા તથા ડ્રા. પો હેડ કોન્સ ધર્મન્દ્રસિંહ ઝાલા તથા ડ્રા. પો. હેડ કોન્સ. મહાવિરસિંહ જાડેજાએ કરી હતી. ગાંજાનું પ્રાથમીક પરીક્ષણ કરી અભિપ્રાય એફ.એસ.એલ. અધિકારી કે. એમ. તાવીયાએ આપ્યો હતો. ઓરિસ્સા તરફથી ગાંજો લાવ્યાનુ પ્રાથમિક રટણ કર્યું હતું.
(8:48 PM IST)










