<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરવું ભારે પડ્યું :સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી વિરુદ્ધ ફરિયાદ

રાજકોટ સાયબ ક્રાઈમે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દીપ ગોસ્વામી તેમજ ધાર્મિક વાઘાણી સામે ગુના નોંધી અટકાયતી પગલાં લઈ મોબાઈલ ફોન કબ્જે કર્યા

રાજકોટમાં વિવિધ સોશિયલ મીડિયા મારફતે ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન થતું હોવાનું સાયબર ક્રાઈમને માહિતી મળતા આખરે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી સામે સાયબ ક્રાઈમે ગુનો નોંધ્યો હતો. 

રાજકોટ શહેરના સાયબ ક્રાઈમે બે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દીપ ગોસ્વામી તેમજ ધાર્મિક વાઘાણી સામે ગુના નોંધી અટકાયતી પગલાં લઈ મોબાઈલ ફોન કબ્જે લેવામાં આવ્યા હતા. બંને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સન્સર દ્વારા ઓનલાઈન ગેમિંગ બાબતે પ્રમોશન કરવા જુદીજુદી ફી લેતા હોવાનું સાયબર ક્રાઈમના ધ્યાને આવ્યું હતું. જેથી આ બંને સામે પગલાં લેવામાં આવ્યા હતા. 

રાજકોટમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી વિરુદ્ધ  ફરીયાદ મામલે સાયબર ક્રાઈમના DCP પાર્થરાજસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા ઓનલાઇન ગેમિંગ બાબતનું  પ્રમોશન કરવામાં આવતું હતું.પ્રમોશન કરવા માટે જુદી જુદી ફી લેતા હોવાનું સામે આવ્યું છે.  પોલીસ દ્વારા બંને વિરુદ્ધ અટકાયતી પગલા લઈ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. અન્ય કેટલાક ઇનફ્લુઅસર હજુ પણ આવી રીતે પ્રમોશન કરે છે. પ્રમોશનના 7 હજાર અને એમની લિંક જોઈ જે પણ ગેમ રમે તો એનું કમિશન અલગથી મળતું હતું. અન્ય લોકોના નામ ખુલશે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લોકોને આવી લોભવણી લાલચ આપનાર અને ગેમ થી દુર રહેવા અપીલ પણ કરવામાં આવી છે.

(9:03 PM IST)