News of Monday, 21st April 2025
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૪૮ કૂલર મૂકાયા, દર્દીઓને મળી ગરમીથી રાહત
દર્દીઓની હાલત અધમુઆ જેવી થઈ ગઈ હતીઃબળબળતા તાપ વચ્ચે સિવિલના એ.સી. કે પંખા કામ નથી કરી રહ્યા જેના કારણે દર્દીઓની હાલત કફોડી થઈ ગઈ હતી

રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં હિટવેવનો દૌર ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટમાં ૪૦ ડિગ્રી ઉપર તાપમાનનો પારો ધખધખી રહ્યો છે. બપોરે ૧ થી સાંજે પાંચ વાગ્યા સુધી બજારોમાં પણ કુદરતી કર્ફ્યુ લાગી જાય છે તેવા સમયે જ સૌરાષ્ટ્રની સૌથી મોટી અને આધુનિક એવી પીડીયુ સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગોમાં એ.સી. પણ કામ નથી કરી રહ્યા ત્યારે દર્દીઓની હાલત અધમુઆ જેવી થઈ ગઈ હતી.
સિવિલ હોસ્પિટલનું આખું બિલ્ડિંગ તડકાથી તપી રહ્યું છે,પરંતુ હોલમાં આકરા તાપના કારણે સિવિલમાં વીજળીનો ઉપાડ કેપેસિટી કરતા વધી જતા એ.સી.ના કેટલાક યુનિટ બંધ થઈ ગયા છે અને અમુક તો કામ પણ ઓછું કરી રહ્યા છે. તેવું જાણવા મળે છે. ત્યારે બળબળતા તાપ વચ્ચે સિવિલના એ.સી. કે પંખા કામ નથી કરી રહ્યા. જેના કારણે દર્દીઓની હાલત કફોડી થઈ ગઈ હતી.
જો કે, સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા આ માટે તાબડતોબ વ્યવસ્થા કરી અલગ અલગ વોર્ડમાં કુલર મુકાવી અને ૪૭ જેટલા કુલર મૂકી દેતા સિનિયર.સિટિઝન અને બાળ દર્દીઓએ ગરમીથી છુટકારો મેળવ્યો છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રએ તાબડતોબ કાર્યવાહી કરી હતી. તંત્ર દ્વારા અલગ અલગ વોર્ડમાં ૪૭ જેટલા મોટાભાગના જેટ કુલર તાત્કાલિક મૂકી દેવામાં આવ્યા હતા. ખાસ કરીને જૂના નાગરિકો અને નાની ઉંમરના દર્દીઓ માટે આ એક રાહતરૃપ પગલું સાબિત થયું છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હિટવેવના કારણે આવનારા દિવસોમાં પણ આવું જ તાપમાન રહેવાની આગાહી છે. તંત્ર દ્વારા તાવ, ડિહાઈડ્રેશન અને હીટસ્ટ્રોકના કેસ સામે ખાસ ચેતતા રહેવા સૂચનાઓ આપવામાં આવી રહી છે.
(9:51 PM IST)










